Get The App

ઉતાવળમાં ખાવાની આદત હોય તો ચેતી જજો, જાણો તેનાથી થતા નુકસાન

ઉતાવળમાં ખોરાક લો છો તો ટાઈપ 2 ડાયાબિટિસનો ખતરો વધી શકે છે

ગેસ અને પેટ ફુલી જવાના પ્રોબલેમ થાય છે

Updated: Nov 13th, 2023

GS TEAM


Google News
Google News
ઉતાવળમાં ખાવાની આદત હોય તો ચેતી જજો, જાણો તેનાથી થતા નુકસાન 1 - image
Image Envato 

તા. 13 નવેમ્બર 2023, સોમવાર

Health: આજના મોર્ડન યુગમાં રોજ ભાગદોડમાં લોકો પાસે ટાઈમ નથી. આ સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો જમાનો છે. લોકોની પાસે શાંતિથી બેસીને ખાવાનો સમય નથી. જેને જોઈએ તે સતત ભાગ-દોડ કરતો હોય છે. સવારે લોકોને જલ્દી ઓફિસ પહોચવાનું હોય છે, તો બપોરે ઓફિસમાં ફટાફટ લંચ કરવાની ઉતાવળ હોય છે,અને રાત્રે થાકેલા હોવાથી બેડ પર બેઠા-બેઠા જ ખાઈને સુઈ જવાની આદત હોય છે. પરંતુ આવી આદત જો તમારી હોય તો તરત ચેતી જજો.

ગેસ અને પેટ ફુલવાની સમસ્યા થઈ શકે છે

કેટલાક સંશોધનમાં કહેવામા આવ્યું છે કે, જલ્દી જલ્દી અને મોટા મોટા ટુકડા ખાવાથી હવા અને ખોરાક એક સાથે પેટમાં જાય છે અને તેના કારણે ગેસ અને પેટ ફુલી જવાના પ્રોબલેમ થાય છે. એટલે જલ્દી જલ્દી ખાવાની આદત હોય તો તાત્કાલિક બંધ કરી દો. 

ઝડપથી વધે છે વજન

વિજ્ઞાન પ્રમાણે આપણે ખાવાનુ ખાતા હોઈએ છીએ ત્યારે ખાવામાં 20 મિનિટની અંદર પેટ ભરવાની સિગ્નલ આપે છે, જો તમે ઉતાવળમાં ખાવાનું ખાઓ છો, તો 20 મિનિટથી પહેલા જ તમારુ પેટ સિગ્નલ આપવા લાગે છે. જેના કારણે મોટાપા, સ્થૂળતા, ઝડપી વજનમાં વધારો થવાની સમસ્યા પેદા થાય છે. 

ટાઈપ 2 ડાયાબિટિસ  

જો તમે ઉતાવળમાં ખોરાક લો છો તો ટાઈપ 2 ડાયાબિટિસનો ખતરો વધવાની શક્યતા રહેલી છે. તેમજ બ્લડમાં શુગર લેવલ વધવાની શક્યતા છે. 

મેટાબોલિકમા ગડબડ થઈ શકે છે 

રોજ જલ્દી જલ્દી ખાવાથી  ડાયાબિટીસનો ખતરો વધી જાય છે. સ્થૂળતાની સાથે મેટાબોલિઝમ પણ બગડે છે. જેનો સીધો સંબંધ હૃદય સાથે રહેલો છે. 

Tags :