Get The App

ડાયાબિટીસના દર્દીઓ માટે આ શાકભાજીઓનું સેવન છે ખૂબ નુકસાનકારક, વધારે છે બ્લડ શુગર લેવલ

Updated: Sep 14th, 2023

GS TEAM


Google News
Google News
ડાયાબિટીસના દર્દીઓ માટે આ શાકભાજીઓનું સેવન છે ખૂબ નુકસાનકારક, વધારે છે બ્લડ શુગર લેવલ 1 - image


                                                          Image Source: Freepik

અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર 2023 ગુરૂવાર

આમ તો શાકભાજીને આરોગ્યનો ખજાનો કહેવામાં આવે છે પરંતુ શાકભાજી પણ લોકો પર અલગ-અલગ અસર કરે છે. અમુક શાકભાજી એવી છે જેનું સેવન કરીને શુગર ખૂબ ઝડપથી વધે છે. દરમિયાન જ્યારે દુનિયામાં શુગરના દર્દી ઝડપથી વધતા જઈ રહ્યા છે એવામાં શુગરના દર્દીઓએ શાકભાજીઓના સેવન પર પણ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. 

હેલ્થ એક્સપર્ટ સલાહ આપે છે કે શુગરના દર્દીઓએ અમુક શાકભાજીનું સેવન કરવુ જોઈએ નહીં. ખાસ કરીને એવી શાકભાજી જે માટીની નીચે ઉગે છે, આવી શાકભાજીઓને શુગરના દર્દીઓએ પોતાની ડાયટથી અલગ કરી દેવી જોઈએ. 

ડાયાબિટીસના દર્દીઓએ આ શાકભાજીઓનું સેવન ન કરવુ જોઈએ

હેલ્થ એક્સપર્ટ કહે છે કે તે શાકભાજી જેનું ગ્લાઈકોસેમિક ઈન્ડેક્સ વધુ હોય છે, તેનું સેવન શુગર એટલે કે ડાયાબિટીસના દર્દીઓએ કરવુ જોઈએ નહીં. આવી શાકભાજી શરીરમાં જઈને બ્લડ શુગરનું સ્તર વધારી દે છે જેનાથી શુગરના દર્દીની તબિયત વધુ ખરાબ થઈ શકે છે. જેમાં બટાકા, મકાઈ, સ્વીટકોર્ન, શક્કરિયા, સૂરણ સામેલ છે. આ શાકભાજીઓમાં ગ્લાઈકોસેમિક ઈન્ડેક્સ ખૂબ વધુ હોય છે અને આ સાથે તેમાં કાર્બોહાઈડ્રેટ પણ ખૂબ વધુ હોય છે જે શુગરના દર્દીઓ માટે નુકસાનકારક હોય છે. 

જમીન ઉપર ઉગનાર શાકભાજી છે લાભદાયી

હેલ્થ એક્સપર્ટ કહે છે કે મૂળવાળી શાકભાજી એટલે કે જમીનની નીચે ઉગતી શાકભાજીઓમાં વધુ કાર્બોહાઈડ્રેટ હોય છે જે બ્લડ શુગરનું સ્તર વધારી દે છે જ્યારે ઓછા કાર્બોહાઈડ્રેટ વાળી શાકભાજી જે જમીનની ઉપર ઉગે છે, તેમાં ઓછા કાર્બોહાઈડ્રેટ હોય છે જે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં કારગર હોય છે. દરમિયાન પ્રયત્ન કરવો જોઈએ કે લીલા શાકભાજીને પોતાની ડાયટમાં સામેલ કરવામાં આવે. લીલા શાકભાજી જેમ કે પાલક, કોબીજ, લીલા વટાણા અને બ્રોકોલીનું સેવન ખૂબ વધુ કરવુ જોઈએ. આ સિવાય ટામેટા, બીન્સ, રીંગણ, મશરુમ, ડુંગળી અને ખીરા જેવી શાકભાજીના સેવનથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.

Tags :