Get The App

દહીં કે છાશ: કાળઝાળ ગરમીમાં શરીર માટે શેનું સેવન લાભદાયી? જાણો હકીકત

Updated: May 19th, 2023

GS TEAM


Google News
Google News
દહીં કે છાશ: કાળઝાળ ગરમીમાં શરીર માટે શેનું સેવન લાભદાયી? જાણો હકીકત 1 - image


                                                         Image Source: Freepik

અમદાવાદ, તા. 19 મે 2023 શુક્રવાર

ભોજન સાથે દહીંનું સેવન લગભગ દરેક ભારતીય ઘરમાં થાય છે. આ શરીરને ઠંડુ રાખે છે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે છાશ જે દહીંમાંથી બને છે, તે ગરમીમાં શરીરને ઠંડુ રાખવા માટે શ્રેષ્ઠ હોઈ શકે?. આયુર્વેદ અનુસાર છાશ માત્ર સારી પાચનશક્તિ માટે જ નહીં, પરંતુ આ શરીર માટે તમામ પ્રકારે સારી હોય છે. એવુ માનવામાં આવે છે કે દહીં શરીર પર ગરમ પ્રભાવ છોડે છે, જ્યારે છાશ પ્રકૃતિમાં ઠંડી હોય છે. 

1. દહીં અને છાશ બંને પ્રોબાયોટિક્સ છે જે આંતરડાના બેક્ટેરિયાને સ્વસ્થ રાખે છે પરંતુ પાચનશક્તિ માટે છાશ વધારે શ્રેષ્ઠ છે. છાશ હેલ્ધી પ્રોબાયોટિક્સ, વિટામિન અને ખનીજોનું એક પાવરહાઉસ છે જે અતિ ગરમીમાં આપણા શરીરના તાપમાનને ઓછુ રાખે છે તમે શરીરની ઉર્જાને પુનજીર્વિત કરવા અને શરીરને પ્રાકૃતિક રીતે ઠંડુ રાખવા માટે એક ગ્લાસ ઠંડી છાશ પી શકાય છે. પાચનશક્તિમાં વધુ અસરકારક સાબિત કરવા માટે તેમા જીરું પાઉડર, ગુલાબી મીઠું અને આદુનો ઉપયોગ કરી શકાય છે.

2. જો તમારી પાચનશક્તિ ઝડપી છે અને તમારુ પાચન યોગ્ય છે તો તમે વજન વધારવા માટે સંપૂર્ણ ચરબીયુક્ત દહીં લઈ શકો છે. જોકે, તમારુ લક્ષ્ય વજન ઘટાડવાનું છે તો તમે વધુ પ્રમાણમાં પાણી અને ઓછા પ્રમાણમાં દહીં સાથે છાશ લઈ શકો છો.

3. દહીંની તાસીર ગરમ હોય છે જ્યારે તે દહીંથી બનેલી છાશ એક અલગ પ્રક્રિયામાંથી પસાર થતી હોવાથી તેની રચના તેને પ્રકૃતિમાં ઠંડી બનાવે છે. તેથી ગરમીના મોસમમાં દહીંના બદલે છાશનું સેવન કરી શકાય છે.

છાશના અન્ય સ્વાસ્થ્ય લાભ

આ મસાલેદાર ભોજન બાદ આંતરડાના બળતરાને શાંત કરવામાં મદદ કરે છે.

આ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.

આ વિટામિનથી ભરપૂર છે અને તેથી તમારા શરીર માટે સ્વસ્થ છે.

છાશમાં મિલ્ક ફેડ ગ્લોબ્યૂલ મેમ્બ્રેન હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આ એક બાયોએક્ટિવ પ્રોટીન પણ છે જે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે.

તેમાં ગ્લોબ્યૂલ્સ એન્ટી-વાયરલ, એન્ટી-બેક્ટીરિયલ અને એન્ટી-કેન્સર પણ હોય છે.

આ એસિડ રિફ્લક્સના કારણે પેટની બળતરાને શાંત કરવામાં પણ મદદ કરે છે અને આ પ્રકારે એસિટિડી સામે લડવામાં મદદ કરે છે.

Tags :