Get The App

કેલ્શિયમથી ભરપૂર ખસખસના છે અનેક ફાયદા, તેના વિશે જાણી આજથી ઉપયોગમાં લેવા લાગશો

વધી રહેલા વજન અને કોલેસ્ટ્રોલ માટે રામબાણ છે ખસખસ, હાર્ટ એટેકને અટકાવે છે

હાડકાના દુખાવામાં પણ આપશે આરામ, ખસખસ પોષક તત્વોથી ભરપુર હોય છે

Updated: Mar 18th, 2023

GS TEAM


Google News
Google News
કેલ્શિયમથી ભરપૂર ખસખસના છે અનેક ફાયદા, તેના વિશે જાણી આજથી ઉપયોગમાં લેવા લાગશો 1 - image

image : website


માનવ શરીરમાં સ્થિરતા અને મજબૂતી હાડકાના કારણે હોય છે. હાડકા દ્વારા શરીરનું આંતરિક માળખું બને છે. હાડકા કમજોર થવાથી હલનચલનમાં મુશ્કેલી થતી હોય છે. હાડકા કેલ્શિયમના બનેલા હોય છે, જેના કારણે શરીરને કેલ્શિયમની ખુબ જરૂરત થતી હોય છે. કેલ્શિયમ મેળવવા માટે ખસખસનો ઉપયોગ કરી શકાય છે. ખસખસમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં મળતું હોય છે. આ ખસખસ અફીણના છોડમાંથી પ્રાપ્ત થાય છે. પરંતુ તેમને ખાવા યોગ્ય બનાવવા માટે ઘણી પ્રક્રિયાઓ દ્વારા તેમાંથી નશીલા તત્વો દૂર કરવામાં આવે છે. યોગ્ય માત્રામાં તેનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે.

પોષણથી ભરપુર હોય છે ખસખસ

ખસખસના બીજમાં કેલ્શિયમ સાથે ફાયબર, પ્રોટીન, આયરન, મેગ્નેશિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ, ઝીંક, કોપર, સેલેનિયમ અને વિટામીન-E જેવા ઘણાં પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવા માટે ખુબ જરૂરી હોય છે.

દુર થાય છે હાડકાની કમજોરી

જો કમજોરીના કારણે હાડકામાં દુખાવો થતો હોય તો ખસખસ ખાવાથી દુખાવામાં આરામ મળે છે. આમાં કેલ્શિયમ, મેંગેનિઝ, મેગ્નેશિયમ અને ઝીંક હોય છે. એક રિસર્ચ મુજબ આ બધી વસ્તુઓ મજબૂત હાડકાં માટે ખુબ જરૂરી છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

વજન ઘટાડવા માટે ફાઈબર ખૂબ જ જરૂરી છે. તેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને પાચનક્રિયા પણ સુધરે છે. અન્ય બીજની જેમ ખસખસમાં પણ ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે.

દુખાવાથી રાહત અપાવે છે ખસખસ

અનપ્રોસેસ્ડ ખસખસના બીજ પર મોર્ફિન, કોડીન, થેબેઈન જેવા તત્વો હોઈ શકે છે. આ તત્વોને પેઈન કિલર દવાઓમાં નાખવામાં આવે છે જેથી કરીને દર્દમાં રાહત મળે. જો કે અનપ્રોસેસ્ડ ખસખસના બીજ ખાતા પહેલા એક્સપર્ટનો અભિપ્રાય લેવો જરૂરી છે.

હાર્ટએટેકને અટકાવે છે ખસખસ

ખસખસના તેલમાં મોનો અને પોલી એમ બે પ્રકારના અનસેચુરેટેડ ફેટ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ હેલ્ધી ફેટ્સ છે, જે હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે અને હાર્ટએટેકને અટકાવે છે.

કયા સમયે ખસખસ ખાવાથી મળશે લાભ

ખસખસ કોઈપણ સમયે ખાઈ શકાય છે. જો કે સવારના સમયે ખાલી પેટે આ બીજનું સેવન વધુ લાભદાયક હોય છે. પરંતુ ધ્યાનમાં રાખવા યોગ્ય વાત એ છે કે આ ખસખસનું સેવન કરતા પહેલા એક્સપર્ટ દ્વારા તેની યોગ્ય માત્ર વિશે માહિતી મેળવવી ખુબ જરૂરી છે.

Tags :