Get The App

VIDEO : દોડ સહિતની સ્પર્ધામાં સિનિયર સિટિઝન મહિલાઓનું દમદાર પ્રદર્શન, સ્પર્ધકોને યુવાનીના દિવસો યાદ આવી ગયા

ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા 60 વર્ષથી વધુની ઉંમરની સિનિયર સીટીઝન મહિલાઓ માટેની રમતગમત સ્પર્ધા યોજાઈ

સ્પર્ધામાં 70થી 80 સિનિયર સિટિઝન મહિલાઓએ ભાગ લઈ આનંદ વ્યક્ત કર્યો : વિજેતા મહિલાઓ રાજ્યકક્ષાએ રમવા જશે

Updated: Mar 19th, 2023

GS TEAM


Google News
Google News
VIDEO : દોડ સહિતની સ્પર્ધામાં સિનિયર સિટિઝન મહિલાઓનું દમદાર પ્રદર્શન, સ્પર્ધકોને યુવાનીના દિવસો યાદ આવી ગયા 1 - image

દીવ,તા.19 માર્ચ-2023, રવિવાર

ક્યારેક તમે 70 વર્ષના વૃદ્ધા ને દોરડા ખેંચ કે ચક્ર ફેકની રમત રમતા જોયા છે. 60 વર્ષ અને તેમાંથી વધુ ઉમર ની સિનિયર સિટીઝન મહિલાઓને રમતા જોવાનો લહાવો કંઇક અલગ જ હોય છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા સીનીયર સીટીઝન મહિલાઓ માટે રમત ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 થી 80 જેટલી સિનિયર સિટીઝન મહિલાઓએ ભાગ લીધો હતો અને વિવિધ રમતોનો આનંદ માણ્યો હતો.

ફિટનેસ પ્રત્યે જાગૃતની અનોખું આયોજન

ઉમરના એક પડાવ પછી ફરી એક વખત રમતગમત રમવાનું મોટાભાગે સિનિયર સિટીઝન ટાળતા હોય છે ,પરંતુ ગુજરાત સરકાર સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા સિનિયર સિટીઝન્સ મહિલાઓ જૂની રમતો રમે અને પોતાના ફિટનેસ પ્રત્યે જાગૃત થાય તે માટે એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં 60 વર્ષની ઉપરની મહિલાઓએ રસ્સા ખેંચ , ચક્ર ફેક,દોડ અને ચેસ સહીત અન્ય રમતો માં ભાગ લીધો હતો. સિનિયર સિટીઝન મહિલાઓ એ કહ્યું કે જ્યારે યુવાનીમાં હતા ત્યારે રમીના શક્યા ,ઘર પરિવારની જવાબદારી અને માતા-પિતાના બંધનોમાં ત્યારે એ સમયના મળ્યો, પરંતુ હવે જ્યારે આ રમત ગમત વિશે સાંભળ્યું ત્યારે મને ઈચ્છા થઈ અને આજે મને ખુબજ મજા આવી મે રસા ખેંચ અને દોડ માં ભાગ લીધો હતો. 

60થી 80 વર્ષની સિનિયર સિટિઝનોએ રમતમાં ભાગ લીધો

ઘણા વર્ષો બાદ મેં આ રમતોમાં ભાગ લીધો અને ખુબજ એન્જોય કર્યું. ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી દ્વારા સીનીયર સીટીઝન માટે આ સ્પર્ધા યોજવામાં આવી છે. 60 થી લઈને 80 વર્ષની મહિલાઓએ આ તમામ રમતોમાં ભાગ લીધો છે આ સ્પર્ધામાં જે પણ મહિલાઓ વિજેતા થશે તે મહિલાઓ રાજ્ય કક્ષાએ રમવા જશે. મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રહે અને ફિટ રહે તે માટે પણ સરકાર દ્વારા આ અનોખો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Tags :