Get The App

તમિલનાડુ મર્કન્ટાઈલ બેન્કની સુરત બ્રાન્ચમાં રૂ.16.38 કરોડના લોન કૌભાંડમાં બે ની ધરપકડ

ગેરંટર મહિલા અને યુવાન આગોતરા જામીન સાથે હાજર થતા ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલે ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત કર્યા

Updated: Mar 17th, 2023

GS TEAM


Google News
Google News
તમિલનાડુ મર્કન્ટાઈલ બેન્કની સુરત બ્રાન્ચમાં રૂ.16.38 કરોડના લોન કૌભાંડમાં બે ની ધરપકડ 1 - image


- ગેરંટર મહિલા અને યુવાન આગોતરા જામીન સાથે હાજર થતા ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલે ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત કર્યા

સુરત, : તમિલનાડુ મર્કન્ટાઈલ બેન્કની સુરત બ્રાન્ચમાં રૂ.16.38 કરોડની લોનના કૌભાંડમાં ગેરંટર મહિલા અને યુવાન આગોતરા જામીન સાથે હાજર થતા ઈકો સેલે ધરપકડ કર્યા બાદ બંનેને જામીન મુક્ત કર્યા હતા.

ક્રાઈમ બ્રાન્ચના ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રીંગરોડ સ્થિત તમિલનાડુ મર્કન્ટાઈલ બેન્કમાંથી મશીનરી લોનના નામે રૂ.16.51 કરોડનું કૌભાંડ અગાઉ આચરનાર બેન્ક મેનેજરનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું હતું.બેન્કના મેનેજરે અગાઉ જેના વિરુદ્ધ ફરિયાદ થઈ હતી તે વેલ્યુઅર સહિત ત્રણ વેલ્યુઅર અને 17 લોનધારકો સાથે મળી વિવિધ ધંધા માટે લોન અપાવી બાદમાં પૈસા અન્યત્ર વાપરી લોન ભરપાઈ નહીં કરતા કુલ 27 વિરુદ્ધ એક મહિના અગાઉ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેની તપાસ ઈકો સેલને સોંપાઈ હતી.

તમિલનાડુ મર્કન્ટાઈલ બેન્કની સુરત બ્રાન્ચમાં રૂ.16.38 કરોડના લોન કૌભાંડમાં બે ની ધરપકડ 2 - image

દરમિયાન, આ પ્રકરણમાં ગેરંટર સુનિતાબેન કમલેશભાઇ પાલડીયા ( રહે.ઘર નં બી/503, આંગન રેસીડેન્સી, એબીસી સર્કલ, સુદામા ચોક પાસે, મોટાવરાછા, સુરત. મુળ રહે.નવાગામ, તા.પાલીતાણા, જી.ભાવનગર ) અને અમુલભાઈ વિઠ્ઠલભાઇ ભિમાણી ( ઉ.વ.43, રહે. આઇ - 307, મેધ મલ્હાર એપાર્ટમેન્ટ, હરેક્રુષ્ણ કેમ્પસ, સરથાણા જકાતનાકા પાસે, સુરત. મુળ રહે. મોટા આકડીયા, જી.અમરેલી ) ગતરોજ આગોતરા જામીન સાથે હાજર થતા ઈકો સેલે તેમની ધરપકડ કર્યા બાદ જામીન મુક્ત કર્યા હતા.વધુ તપાસ પીએસઆઈ વાય.જી.ગિરનાર કરી રહ્યા છે.

Tags :