Get The App

નોંધાયેલા સાટાખત પર નવી જંત્રી મુજબ સ્ટેમ્પ ડયુટી લઇ શકાય નહી

નવી જંત્રીના અમલ પહેલા નોંધાયેલા સાટાખતમાં કિસ્સામાં ભરવાપાત્ર સ્ટેમ્પડયૂટી અંગે અસંમજસ હોવાથી સ્પષ્ટતા કરવી જરુરી

જંત્રી દર મુદ્દે ટેક્સ નિષ્ણાંતોનો મત

Updated: Mar 17th, 2023

GS TEAM


Google News
Google News
નોંધાયેલા સાટાખત પર નવી જંત્રી મુજબ સ્ટેમ્પ ડયુટી લઇ શકાય નહી 1 - image



સુરત

નવી જંત્રીના અમલ પહેલા નોંધાયેલા સાટાખતમાં કિસ્સામાં ભરવાપાત્ર સ્ટેમ્પડયૂટી અંગે અસંમજસ હોવાથી સ્પષ્ટતા કરવી જરુરી

ગઈ તા.4થી ફેબુ્રઆરીના રોજ જાહેર થયેલા નવી જંત્રી મુજબની સ્ટેમ્પ ડયુટીનો નિર્ણય ત્રણ મહીના માટે મોકુફ રાખવામાં આવ્યો છે.પરંતુ નવી જંત્રીના અમલ પહેલાં નોંધાયેલા સાટાખત સંદર્ભે મિલકત ખરીદનાર-વેચનાર અસંમજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.જે અંગે કેટલીક સ્પષ્ટતાઓ સરકાર દ્વારા કરવામાં આવે તો આવકાર્ય ગણાશે એવો મત ટેક્સ નિષ્ણાંતોનો છે.

હાલમાં નવી જંત્રી મુજબની સ્ટેમ્પ ડયુટી લાગુ કરવાની તજવીજ વચ્ચે હાલમાં ત્રણ મહીના માટે આ નિર્ણયને મુલત્વી રાખવામાં આવ્યો છે.નવી જંત્રીના અમલ પહેલાંના સાટાખતના મુદ્દે સબ રજીસ્ટ્રાર કચેરીનો અભિગમ  એવો છે કે આવા સાટાખત હાલની પ્રવર્તમાન જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડયુટી ભલે ભરી દેવામાં આવે.તેમ છતાં નવી જંત્રના અમલ પછી પાકો વેચાણ દસ્તાવેજ કરાવો ત્યારે વધારાની  સ્ટેમ્પ ડયુટી તે સમજયની જંત્રી પ્રમાણે ભરવાની રહેશે.આમ હાલ સમગ્ર મામલો વિચાર માગી લે તેવો કોયડો બની રહ્યો છે.

સીએ વિરેશ રૃદલાલે જણાવે છે કે હાલમાં રજીસ્ટર્ડ સાટાખત કરીને હાલની જંત્રી મુજબની સ્ટેમ્પ ડયુટી ભરીે કબજો સોંપી ખરીદનાર-વેચનાર દ્વારા ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીની કલમ -53નું પાલન કરવામાં આવ્યું હોય તો પાકો વેચાણ એક ફોર્માલીટી માત્ર જ રહે છે.તેથી તે સમયની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડયુટી ભરવાની  જરૃર નથી.પરંતુ માત્ર 300 પિયાના સ્ટેમ્પ પેપર પર છેવટનો વેચાણ દસ્તાવેજ કરવા માત્રથી કાયદાનું યોગ્ય પાલન ગણાશે. જો કે સબ રજીસ્ટ્રાર કચેરી તરફથી નવી જંત્રી મુજબની સ્ટેમ્પ ડયુટી વસુલવાને લગતો આગ્રહ યોગ્ય લાગતો નથી.સુરત સહિત રાજ્યભરમાં મોટી સંખ્યામાં બાંધકામ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.તદુપરાંત રેરાના કાયદા હેઠળ પણ અંદાજે25 હજાર જેટલા કેસો પાઈપલાઈનમાં છે.જે અંગે મોટા પ્રમાણમાં મતમતાંતર અને કાનુની લીટીગેશનની  નકારી શકાય તેમ નથી.જેથી આ મુદ્દે સરકાર તરફથી સ્પષ્ટતા આવકાર્ય છે.

ઈન્કમ ટેક્સમાં નવી જંત્રીની સ્ટેમ્પ ડયુટીના મુદ્દે સ્પષ્ટતા જરૃરી

આ વિવાદ તાકીદે સુલઝાવવા માટેનું એક બીજું કારણ એ છે કે નવી જંત્રી પ્રમાણે વધારાની સ્ટેમ્પ ડયુટી ભરનારે વેચાણકિંમત રજીસ્ટર્ડ સાટાખત પ્રમાણે બતાવી હોય તો ઈન્કમ ટેક્સ કાયદાની કલમ-50 સી અંગે અન્ડર એસેસમેન્ટની કેપીટલ ગેઈનની રકમ પર આવકવેરા અધિકારી ટેક્ષ-પેનલ્ટી લઈ શકે છે.જો કે ઈન્કમટેક્સ કાયદાની આ કલમમાં રાહત આપતા પ્રોવિઝન પણ ઉમેરવામાં આવ્યા છે.જેમાં સાટાખત વખતે ભરેલી સ્ટેમ્પ ડયુટીને અંતિમ ગણી કરદાતાનો કેસ સ્ક્રુટીનીમાં લેવામાં આવશે નહીં અને ભરેલા કેપીટલ ગેઈન મુજબ આકારણી થશે.જો કે આમાં કેટલીક અડચણો છે તેથી  એવી લાગણી પ્રવર્તી રહી છે તે સરકાર સ્પષ્ટતા કરે.

ઉચ્ચત્તમ અદાલતોના ચુકાદાના તારણો કરદાતાની તરફેણ કરે છે

હાલની જંત્રી મુજબ રજીસ્ટર્ડ દસ્તાવેજ કરનારા તરફે ઉચ્ચત્તમ અદાલર્તોના ચુકાદાના તારણો તેમની તરફેણ કરે છે.જેમાં ઠરાવ્યા મુજબ વેચાણ અવેજ અને કબજા સહિતની શરતોની પાલન કરનારાઓને પાકો દસ્તાવેજ વખતે વધારાની સ્ટેમ્પ ડયુટી ભરવાની નથી.અને તે સ્ટેમ્પ ડયુટીની કલમ-2(એનએ) પ્રમાણે મિલકતની બજારકિંમત રજીસ્ટર્ડ સાટાખત વખતની જ ગણવાની રહશે.એમાં બીજા કોઈ અર્થઘટનને અવકાશ નથી.

Tags :