વીમાદારને કોવિડ સારવારનો રૃા.3.30 લાખનો ક્લેઇમ ચૂકવવા વીમા કું.ને હુકમ
વીમા કંપનીએ ક્લેઇમ મંજુર કર્યો છે કે નામંજુર તે અંગે લાંબા સમયથી સુધી ખુલાસો ન કરતા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ થઇ હતી
સુરત
વીમા કંપનીએ ક્લેઇમ મંજુર કર્યો છે કે નામંજુર તે અંગે લાંબા સમયથી સુધી ખુલાસો ન કરતા ગ્રાહક કોર્ટમાં ફરિયાદ થઇ હતી
કોવડ-19ની સારવારનો ક્લેઈમ ખોટા કારણોસર નકારનાર વીમા કંપનીને સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ આર.એલ.ઠક્કર, સભ્યો પુર્વીબેન જોશી તથા વિક્રમ વકીલે વીમાદારને રૃ.3.30 લાખ ચૂકવી આપવા હુકમ કર્યો છે.
વરાછા રોડ હીરા બાગ ખાતે મમતા એપાર્ટમેન્ટમાં રહેતા ફરિયાદી ઈશ્વર ઓધવજી સુતરીયા એ પોતાના તથા પરિવારના સભ્યોની કુલ રૃ.5 લાખના સમએસ્યોર્ડ ધરાવતી ધી ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપનીની મેડીક્લેઈમ પોલીસી ધરાવતા હતા.જે પોલીસી અમલમાં હોવા દરમિયાન તા.31-8-20ના રોજ ફરિયાદીને કોવિડ-19ની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા.જેની સારવારનો ખર્ચ રૃ.3.30 લાખ થતા ફરીયાદીએ વીમા કંપની પાસે ક્લેઈમ કરતાં લાંબા સમય સુધી ક્લેઈમ મંજુર કે નામંજુર કરવા અંગે ખુલાસો ન કરતા નરેશ નાવડીયા મારફત ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી. જેથી વીમા કંપનીએ જણાવ્યું હતું કે ફરિયાદીનો ક્લેઈમની અરજી હજી પ્રોસેસમાં છે.ક્લેઈમ મંજુર કે નામંજુર કરવાનો કોઈ નિર્ણય લેવાયો ન હોવાથી ફરિયાદ પ્રિમેચ્યોર હોઈ રદ કરવા માંગ કરી હતી. જ્યારે ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે વીમા કંપનીને ફરિયાદીની ક્લેઈમની નોટીસનો જવાબ આપ્યો નથી. નિયત સમયમર્યાદામાં ફરિયાદીનો ક્લેઈમ મંજુર કે નામંજુર નહીં કરીને વીમા કંપનીએ બદદાનત દાખવી સેવામાં ક્ષતિ દર્શાવી છે. ગ્રાહક કોર્ટે 9 કા વ્યાજ સાથે રૃા.3.30 લાખ અને હાલાકી બદલ રૃા.5 હજાર ત્રીસ દિવસમાં વીમાદારને ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો છે.