અમદાવાદમાં ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે નવચંડી યજ્ઞ કરાયો, મિશન સફળ થાય તે માટે કરી પ્રાર્થના
આજે વિશ્વની નજર ચંદ્રયાન-3 પર છે
ભારત માટે આજનો દિવસ ખુબ જ ખાસ
આજે ભારત માટે ઐતિહાસિક દિવસ છે. આજે ચંદ્રયાન-3 ચંદ્ર પર લેન્ડિંગ કરશે જેને લઈને અમદાવાદ સહિત અનેક જગ્યાએ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ચંદ્રયાન-3ના લેન્ડિંગ માટે અમદાવાદમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વની નજર ચંદ્રયાન-3 પર છે
ભારત માટે આજનો દિવસ ખાસ છે અને આજે વિશ્વની નજર ચંદ્રયાન-3 પર છે, ત્યારે દેશની સાથે વિશ્વભરમાં વસતા ભારતીયો ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરી રહ્યા છે. અલગ-અલગ ધર્મના હોવા છતાં, લોકો દેશ માટે એકઠા થઈ રહ્યા છે અને તેમની માન્યતાઓ અનુસાર પુજા-પાઠ તેમજ હવન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદમાં પણ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં વિશેષ આહુતિ આપવામાં આવી હતી.
સોસાયટીના લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી
આજે સાંજે ચંદ્રયાન ચંદ્રની ધરતી પર લેન્ડિંગ કરશે તેને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં પણ ઠેર-ઠેર સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના કાકરિયા નજીક આવેલી ચંદ્રપ્રકાશ સોસાયટીમાં પણ એક નવચંડી યજ્ઞ આજે બપોરે વિજય મુહુર્તમાં કરવામાં આવ્યો હતો અને આ યજ્ઞમાં વિશેષ આહુતિ પણ અર્પણ કરવામાં આવ્યો હતો. સોસાયટીના લોકોએ સામૂહિક રીતે બે હાથ જોડીને ચંદ્રયાન-3નું લેન્ડિંગ સફળ થાય તે માટે પ્રાર્થના કરી હતી.