Get The App

'ગુલાબ' ચક્રવાત ગુજરાત પહોંચે તે પૂર્વે બંગાળની ખાડીમાં ફરી સર્જાતું લો પ્રેશર

- રાજ્યમાં મેઘરાજા હજુ વિદાય લેવાના મૂડમાં નથી

- ગુજરાતના દરિયામાં લોપ્રેશર ફરી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતાઃ

Updated: Sep 28th, 2021

GS TEAM


Google News
Google News
'ગુલાબ' ચક્રવાત ગુજરાત પહોંચે તે પૂર્વે બંગાળની ખાડીમાં ફરી સર્જાતું લો પ્રેશર 1 - image


તા. 29 રાજ્યભર, તા. 30 સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી : સૌરાષ્ટ્રમાં મંગળવારે ઉઘાડ, વરસાદનો વિરામ કે વધુ જોરથી ત્રાટકવાની તૈયારી

રાજકોટ, : નવરાત્રિ નજીક આવી રહી છે પરંતુ, ચોમાસુ હજુ વિદાય લેવાના મુડમાં નથી બલ્કે ભારેથી અતિ ભારે વરસાદ લાવતી સીસ્ટમ ઉપરાઉપરી આવી રહી છે. હજુ ગુલાબ વાવાઝોડાના ફૂલની ભારે વરસાદ રૃપે પાંખડીઓ ગુજરાત પર વરસવાની બાકી છે અને તે તા.૩૦ના ગુરુવાર સુધીમાં આવવાની આગાહી છે ત્યારે બીજી તરફ નવું વાવાઝોડુ બંગાળની ખાડીમાં આકાર લઈ રહ્યું છે. 

મૌસમ વિભાગ અનુસાર તેલંગાણા,મરાઠાવાડા વિસ્તારમાં ડીપ્રેસન (નબળુ પડેલું ગુલાબ વાવાઝોડુ) કલાકના ૨૬ કિ.મી.ની ઝડપે પશ્ચિમ,ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. જે નબળુ પડીને વેલમાર્ક્ડ  લો પ્રેસર અને ગુજરાત નજીક પહોંચે ત્યારે લોપ્રેસરમાં ફેરવાવા શક્યતા છે. 

પરંતુ, વાવાઝોડાની સીસ્ટમને દરિયામાં હંમેશા બળ મળતું હોય છે જે અન્વયે તે ગુજરાત કાંઠે તા.૩૦ સુધીમાં આવે અને ઉત્તર- પૂર્વ અરબી સમુદ્રમાં  તે ફરી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે.

આ સીસ્ટમ પસાર થવાની બાકી છે ત્યારે આજે બંગાળની ખાડીમાં ફરી લો પ્રેસર સર્જાયું છે જે વધુ શક્તિશાળી બનવાની શક્યતા છે. જો કે હજુ તે વાવાઝોડુ બનશે તેમ કહી શકાય નહીં. પરંતુ, આવી સીસ્ટમ ગુજરાતમાં આવે ત્યારે હળવાથી ભારે વરસાદ જારી  રહેતો હોય છે. આમ, ચોમાસાની વિદાય હજુ નજીકના ભવિષ્યમાં થવા શક્યતા નહીવત્ છે. 

બીજી તરફ, ગઈકાલે સૌરાષ્ટ્રમાં વ્યાપક રીતે ૪૦થી વધુ તાલુકાઓમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યા બાદ આજે એકંદર ઉઘાડ રહ્યો હતો. રાજકોટ સહિતના જિલ્લા માટે આજે એક તરફ ભારે વરસાદની આગાહી  હતી ત્યારે બીજી તરફ રાજકોટમાં તડકો નીકળ્યો હતો. વરસાદની સીસ્ટમ નબળી પડી છે કે વધુ જોરથી ત્રાટકવા તૈયારી કરી રહી છે તે સવાલ વચ્ચે હવામાન ખાતાએ આવતીકાલ તા.૨૯ના સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા ભારે વરસાદની અને તા.૩૦ના સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. 

Tags :