Get The App

VIDEO : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ભરાયા પાણી, ગુજરાત-મુંબઈની મેચ જોવા આવેલા ક્રિકેટ રસિયાઓ થયા હેરાન

Updated: May 26th, 2023

GS TEAM


Google News
Google News
VIDEO : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ભરાયા પાણી, ગુજરાત-મુંબઈની મેચ જોવા આવેલા ક્રિકેટ રસિયાઓ થયા હેરાન 1 - image

અમદાવાદ, તા.26 મે-2023, શુક્રવાર

આજે અમદાવાદના નરેન્દ્ર મોટી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન વચ્ચે આઈપીએલની ક્વોલિફાયર-2 મેચ રમાવાની છે, જોકે તે પહેલા વરસાદ વિલન બનતા ટોસ ઉછાળવામાં મોડું થયું છો. સ્ટેડિયમ પાસે પાણી ભરાવાના કારણે સ્ટેડિમમાં આવી રહેલા ક્રિકેટ રસિયાઓ પણ પરેશાન થયા છે.

આજે અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, તો હજુ પણ કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. નરોડા, કાલુપુર, રિલિફ રોડ, મકરબા, શિવરંજની, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા આહલાદક વાતાવરણ સર્જાયું છે. ઉપરાંત ઘણા સમયથી કાળજાળ ગરમીથી પરેશાન થયેલા શહેરીજનોને પણ ગરમીમાંથી રાહત મળી ગઈ છે. 

Tags :