Get The App

બનાસકાંઠાની ડોડગામ પંચાયતનો નિર્ણય, જો દારૂ કે ગુટખા વેચી તો દંડનીય કાર્યવાહી થશે

ગામમાં દારૂ વેચનારને 51 હજાર અને દારૂ લઈ જતાં પકડાય તો 5100 રૂપિયાનો દંડ થશે

ગુટખા અને તમાકુ વેચનારને 11 હજારનો દંડ ફટકારવામાં આવશે

Updated: Feb 22nd, 2023

GS TEAM


Google News
Google News
બનાસકાંઠાની ડોડગામ પંચાયતનો નિર્ણય, જો દારૂ કે ગુટખા વેચી તો દંડનીય કાર્યવાહી થશે 1 - image



થરાદ, 22 ફેબ્રુઆરી 2023 બુધવાર

સમાજમાં વધી રહેલા વ્યસનો સામે સમાજના આગેવાનો હવે વ્યસન મુક્તિ માટે પહેલ કરી રહ્યાં છે. ત્યારે એવા પણ ગામો છે જ્યાં વ્યસન કરનારાને દંડ ફટકારવામાં આવે છે તેમજ ગામમાં તમાકુના ઉત્પાદનો વેચવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડોડગામ ગ્રામ પંચાયતે ગામમાં દારૂ અને ગુટખા વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

દંડની રકમ ગૌશાળામાં અપાશે
પ્રાપ્ત માહિતી પ્રમાણે થરાદ તાલુકાની ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવેથી ગામમાં દારૂ અને ગુટખાનું વેચાણ કરનાર દંડને પાત્ર થશે. ગામમાં દારૂ વેચનારને 51 હજાર અને દારૂ લઈ જતાં પકડાય તો 5100 રૂપિયાનો દંડ થશે. તે ઉપરાંત ગુટખા અને તમાકુ વેચનારને 11 હજારનો દંડ ફટકારવામાં આવશે. આ દંડની રકમ ગૌશાળામાં અપાશે. જેનાથી પશુઓને ઘાસચારો મળી રહે. 


Tags :