Get The App

કોંગ્રેસ દ્વારા આજથી ખાડોદરા દર્શન યાત્રા શરૂ કરાઈ

Updated: Sep 26th, 2023

GS TEAM


Google News
Google News
કોંગ્રેસ દ્વારા આજથી ખાડોદરા દર્શન યાત્રા શરૂ કરાઈ 1 - image


વિવિધ વિસ્તારોમાં ફરીને રોડ પર પડેલા ખાડા બતાવી તંત્રને ઢંઢોળવા પ્રયાસ કરશે

કાદવ કિચડથી રોડની બંને બાજુ જામેલી ગંદકી સાફ કરવા માંગ

વડોદરા, તા. 26 સપ્ટેમ્બર 2023 મંગળવાર

વડાપ્રધાન આવતીકાલે વડોદરા આવી રહ્યા છે ત્યારે નક્કી કરેલા રૂટ ઉપર રોડ પરના ખાડા નું પેચ વર્ક ,જરૂર હોય ત્યાં કાર્પેટિંગ, રોડ ડિવાઇડર પર રંગ કામ વગેરેની કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે શહેરમાં જ્યાં રોડ પર મોટા ખાડા પડેલા છે, ત્યાં પણ ડામર નું પેચ વર્ક અને રોડ કાર્પેટિંગ કરવું જોઈએ. 

વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે અને પાણી ભરાતા ઉબડખાબડ બનેલા રોડને લીધે લોકોને આવવા જવામાં તકલીફ પડે છે. કોંગ્રેસએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર જાણી જોઈને રોડ રીપેરીંગ અને પેચ વર્ક નું કામ કરતું નથી. ચોમાસામાં દર વખતે વડોદરા ખાડોદરા બની જાય છે. એક પણ રોડ તૂટ્યો ન હોય તેવું બનતું નથી. 

કોંગ્રેસ દ્વારા આજથી ખાડોદરા દર્શન યાત્રા શરૂ કરી છે. જેમાં મહિલા મેયરના વિસ્તાર વોર્ડ નંબર ચારથી આ યાત્રા ચાલુ કરી છે. જેમાં સરદાર એસ્ટેટ થી ચાચા નેહરુ વસાહતને જોડતો રોડ ,વિનય ગરબા ગ્રાઉન્ડથી પંચમ ફ્લેટ સુધીના રોડની દશા ખૂબ ખરાબ છે. અહીં મોટા ખાડા પડવા ઉપરાંત રોડની બંને બાજુ કાદવ કીચડ અને ગંદકી પણ જામેલી છે. તેની સફાઈ કરવી જરૂરી છે.

રામદેવ નગર -એક નીલમ સોસાયટીના નાકા પર જી એન પટેલ સ્કૂલની આસપાસ રોડ ઉબડખાબડ છે. ચોમાસામાં સાધારણ વરસાદમાં આવા રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે.

Tags :