હાથતાળી આપતો વરસાદ, રામોલ-ચકુડીયામાં અડધો ઈંચ અન્ય વિસ્તારમાં હળવો વરસાદ
વાસણા બેરેજના બે દરવાજા મ્યુનિ.તંત્ર દ્વારા દોઢ ફુટ ખોલવામાં આવ્યા
અમદાવાદ,મંગળવાર,26 સપ્ટેમબર,2023
અમદાવાદમાં મંગળવારે ફરી એકવખત વરસાદે હાથતાળી આપી હતી.અસહય
ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારના ૬થી સાંજના ૬ સુધીમાં શહેરમાં સરેરાશ
૧.૧૪ મિલીમીટર વરસાદ સાથે મોસમનો કુલ ૩૧.૭૫ ઈંચ વરસાદ થવા પામ્યો હતો.વાસણા
બેરેજના બે દરવાજા દોઢ ફુટ જેટલા તંત્ર દ્વારા ખોલવામાં આવ્યા હતા.
શહેરમાં બપોરે ત્રણના સુમારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ
પૂર્વ અમદાવાદના રામોલ વિસ્તારમાં ૧૪.૫૦
મિલીમીટર વરસાદ વરસ્યો હતો.ચકુડીયા વિસ્તારમાં ૧૨ મિલીમીટર , ઓઢવમાં ૮.૫૦
મિલીમીટર વરસાદ વરસ્યો હતો.અન્ય વિસ્તારમાં માત્ર વરસાદી માહોલ છવાયેલો રહયો
હતો.વાસણા બેરેજનુ લેવલ ૧૩૩ ફુટ નોંધાયુ હતુ.એનએમસીમાંથી ૩,૭૫૫ કયુસેક તથા
સંત સરોવરમાંથી ૩,૭૫૫
કયુસેક પાણીની આવક નોંધાઈ હતી.નદીમાં ૩,૦૦૪
કયુસેક તથા કેનાલમાં ૫૧૦ કયુસેક પાણીની જાવક નોંધાઈ હતી.બેરેજના ગેટ નંબર-૨૬ અને
૨૭ દોઢ ફુટ જેટલા ખોલવામાં આવ્યા હતા.