Get The App

ચાંદખેડામાં શખ્સે કંપનીની વેબસાઈટ હેક કરી ફ્લાઈટની ટિકિટ બુક કરી 7.35 લાખની છેતરપિંડી આચરી

જુદા જુદા રાજ્યોમાં જવા માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટની 45 ટીકીટ બુક કરી હતી

કંપનીના માલિકે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી

Updated: Aug 21st, 2023

GS TEAM


Google News
Google News
ચાંદખેડામાં શખ્સે કંપનીની વેબસાઈટ હેક કરી ફ્લાઈટની ટિકિટ બુક કરી 7.35 લાખની છેતરપિંડી આચરી 1 - image

અમદાવાદ, તા.21 ઓગસ્ટ-2023, સોમવાર

કંપનીની વેબસાઈટ હેક કરીને ટિકિટ બુક કરાવવાનો કૌભાંડ સામે આવે છે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ખાનગી કંપનીની વેબસાઈટ કરીને ઈન્ટરનેશનલ ફ્લાઇટની ટિકિટો બુક કરાવવાનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાય છે આ સમગ્ર મામલે હાલ પોલીસે રેકેટ સંડોવાયેલા તમામને શોધવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

વોલેટમાંથી રૂપિયા ડેબિટ થયું હોવાનું સામે આવતા ખુલાસો થયો

ચાંદખેડામાં ખાતે રહેતા કરણ ચૌહાણ ચાંદખેડામાં ગ્રાંડ એમ્પોરીયમ બિલ્ડીંગમાં ગ્લોબલ ગવર્નર સેલ્સ સર્વીસ લીમીટેડ નામની કંપની ધરાવી ધંધો કરે છે. જે કંપનીમાં એપ્લીકેશન મારફતે મોબાઈલ રિચાર્જ, બીલ પેમેન્ટ, ગીફ્ટ વાઉચર, હોટેલ બુકિંગ,ફ્લાઈટ બુકિંગ વગેરે જેવી સર્વીસ આપવાનું કામ કરે છે,જેમાં તેમની કંપની ઈઝી માય ટ્રીપ કંપનીનું વોલેટ બનાવેલ છે. ગત 31 જાન્યુઆરીએ બેલેન્સ ચેક કરતા 26 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધીમાં રૂપિયા 7.35 લાખ ડેબિટ થયા હતા. 

આરોપીએ ઈન્ટરનેશનલ ફ્લાઈટની 45 ટીકીટ બુક કરી

જેની તપાસ કરતા ઈઝી માય ટ્રીપમાં થયેલ બુકિંગની માહિતીનો ડેટા ચેક કરતા રકમ સામે બુકિંગ થયેલ તેના કરતા ઓછુ આવેલ હતુ. જેથી બુકીંગની માહીતીનો ડેટા ચેક કરતા જણાયેલ કે અલગ અલગ મોબાઈલથી જુદા જુદા સમયે ફ્લાઈટની ટીકીટ બુક કરવામાં આવેલ હતી. તેમાં ફ્લાઈટ ટીકીટનો ઉપયોગ કરી જુદા જુદા રાજ્યોમાં જવા માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટની 45 ટીકીટ બુક થયેલ હતી. 

જેમાં ટીકીટ બુક કરનારે કંપનીની વેબસાઈટ હેક કરી ટીકીટ બુક કરી જે રકમ કંપનીને મળવી જોઈ તેની જગ્યાએ રૂપિયા 1 થી 1.5 લાખ જેટલી મળે અને બાકીની રકમ પોતાને મળે તેવું સેટીંગ કરી કુલ 7.35 લાખ જેટલી રકમની છેતરપિંડી કરી હતી. આ અંગે કરણે સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.

Tags :