Get The App

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાના ઘીમાં ભેળસેળ,સેમ્પલ ફેઈલ જતાં ફૂડ વિભાગે 180 ડબ્બા જપ્ત કર્યા

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Updated: Oct 3rd, 2023

GS TEAM


Google News
Google News
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાના ઘીમાં ભેળસેળ,સેમ્પલ ફેઈલ જતાં ફૂડ વિભાગે 180 ડબ્બા જપ્ત કર્યા 1 - image



અંબાજીઃ (ambaji)તાજેતરમાં જ યાત્રાધામમાં મોહનથાળના પ્રસાદને લઈને મોટો વિવાદ થયો હતો. ત્યાર બાદ સરકાર શ્રદ્ધાળુઓ સામે ઝુકી હતી અને મોહનથાળ તથા ચીક્કી બંને પ્રસાદી આપવાનો નિર્ણય લેવાયો હતો. (mohanthal prasad)ત્યારે ફરીવાર મોહનથાળના પ્રસાદને લઈને વિવાદ ઉભો થયો છે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અગાઉ પ્રસાદ બનાવવા માટે વાપરવામાં આવેલા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. (ghee sample fail)ફૂડ વિભાગે લીધેલા આ સેમ્પલ ફેઈલ જતાં ઘીના 180 જેટલા ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતાં. (food and drugs department)આ ઘટનાથી માઈભક્તોમાં રોષની લાગણી ફેલાઈ છે. 

એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

આ મામલે બનાસકાંઠાનાં કલેકટર વરુણ કુમાર બરનવાલ દ્વારા મીડિયાને નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાદરવી પૂનમના મેળામાં મોટી સંખ્યામાં પ્રસાદ બનાવવામાં આવતો હોય છે. આ માટે ઘીનો મોટો જથ્થો ઉપયોગમાં લેવાય છે. તેનું કામ એજન્સીને સોંપવામાં આવતું હોય છે. 28 ઓગસ્ટનાં રોજ એનું સેમ્પલ ફૂડ એન્ડ ડ્રગ્સ ડીપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવ્યું હતું. ત્યાર પછી આખો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો હતો. ઘીના જે સેમ્પલ ફેલ થયા છે એ બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એમ અંબાજી મંદિર ટ્રસ્ટ ઓથોરિટીએ જણાવ્યું છે.

ઘીની શોર્ટેજ ઉભી થતાં અમદાવાદથી ખરીદ કર્યું

મોહાની કેટરર્સ મેનેજરે મીડિયાને જણાવ્યું હતું કે, ભાદરવી પુનમ દરમિયાન 4600 ડબ્બા બનાસ ડેરીનું ઘી વાપર્યું હતું. ઘીની શોર્ટેજ ઉભી થતાં અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ઘી ખરીદ્યું હતું. ઘીના ડબ્બા પર અમૂલનો માર્ક, અમૂલનો બેચ નંબર પણ છે. તમામ નાણાંકીય ચૂકવણી બેંક મારફતે કરી છે. ઘીના નમૂના ફેઇલ આવતાં તત્કાલીક બનાસ ડેરીમાંથી શુદ્ધ ઘી ખરીદવામાં આવ્યું હતું. પરંતુ નીલકંઠ ટ્રેડર્સ પાસેથી આવેલા ઘીમાંથી કેટલો પ્રસાદ બન્યો તેની મને જાણ નથી. 

Tags :