Get The App

ખોખરા: કોન્ટ્રાક્ટરે પીક અવર્સમાં રોડ બનાવવાનું કામ શરૂ કરતા ભારે ટ્રાફિક જામ થયો

Updated: Nov 25th, 2022

GS TEAM


Google News
Google News
ખોખરા: કોન્ટ્રાક્ટરે પીક અવર્સમાં રોડ બનાવવાનું કામ શરૂ કરતા ભારે ટ્રાફિક જામ થયો 1 - image


અમદાવાદ, તા. 25 નવેમ્બર 2022 શુક્રવાર

ખોખરા વોર્ડમાં ગુરુજી રેલવે ઓવરબ્રિજની નીચે ગોરના કુવા પોલીસ ચોકીથી સેવન્થ ડે સ્કુલ સુધીના 200 મીટર સુધીના માર્ગ પર કોન્ટ્રાક્ટરે રોડ બનાવવાનું કામ પીક અવર્સમાં શરુ કરતાની સાથે જ કલાકથી ટ્રાફિક જામ થયો.

ખોખરા: કોન્ટ્રાક્ટરે પીક અવર્સમાં રોડ બનાવવાનું કામ શરૂ કરતા ભારે ટ્રાફિક જામ થયો 2 - image

વાહનચાલકો કોન્ટ્રાક્ટરના માણસોને કામ બંધ કરાવીને ટ્રાફિક જામ ખુલ્લો કરવા આગળ આવ્યા. જે કામ રાતે કરવાનું હોય તેની જગ્યાએ પીક અવર્સમાં કરાતા ટ્રાફિક જામ સર્જાયો. 

ખોખરા: કોન્ટ્રાક્ટરે પીક અવર્સમાં રોડ બનાવવાનું કામ શરૂ કરતા ભારે ટ્રાફિક જામ થયો 3 - image

ગુરુજી રેલવે ઓવરબ્રિજ ઘોડાસરથી હાટકેશ્વર સર્કલ સુધી દોઢ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો. એકતરફ સેવન્થ ડે સ્કુલના વિદ્યાર્થીઓ પરીક્ષા હોવાના કારણે આવ્યા. જ્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરે સંકલન વિના રોડ બનાવવાનું કામ શરૂ કરતા ભારે ટ્રાફિક જામ થયો.

ખોખરા: કોન્ટ્રાક્ટરે પીક અવર્સમાં રોડ બનાવવાનું કામ શરૂ કરતા ભારે ટ્રાફિક જામ થયો 4 - image

શહેર પોલીસ કંટ્રોલરૂમમાં આ અંગેની જાણ કરીને સ્થાનિક નગરસેવક કમલેશ પટેલને આ સ્થિતિથી અવગત કરતા તેઓએ કોન્ટ્રાક્ટરને કામ બંધ કરીને રસ્તો ખુલ્લો કરવા ટેલિફોનિક સૂચના આપી.

Tags :