Get The App

જામનગર શહેર - જિલ્લામા જુગાર રમતાં 14 પત્તા પ્રેમી પકડાયા

Updated: Sep 9th, 2023

GS TEAM


Google News
Google News
જામનગર શહેર - જિલ્લામા જુગાર રમતાં 14 પત્તા પ્રેમી પકડાયા 1 - image


                                                            Image Source: Freepik

જામનગર, તા. 9 સપ્ટેમ્બર 2023 શનિવાર

જામનગર શહેર - જિલ્લા મા જુગાર રમતા  ચાર મહિલા સહિત ૧૪ લોકો ને પોલીસે ઝડપી લીધા હતા.જ્યારે છ શકસો નાસી ગયા હતા.જામનગર જિલ્લા નાં કાલાવડ નાં કુંભનાથ પારા મા જુગાર રમતા પ્રવીણ પરબતભાઇ મકવાણા સહિત નાં છ શખ્સો ને રૂ.૧૦૦૪૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.     

જામજોધપુર નાં શાંતિનગર વિસ્તાર મા જુગાર રમતા બશીર અહેમદભાઈ સમાં ને પોલીસે ઝડપી લીધો હતો.જયારે ગુલાબભાઈ બાવાભાઈ વ્યાસ તેનો પુત્ર, અસ્લમ કટારીયા ,મનીષ મકવાણા ( સસ્તા અનાજ ની દુકાન વાળો ), વગેરે સાત શકસો નાસી ગયા હતા.પોલીસે રૂ.૧૨૦૦ ની રોકડ કબજે કરી હતી.       

લાલપુર નાં ધરારનગર મા જુગાર રમતા વિશાલ પ્રેમજી મુસાડીયા, વાસંતીબેન મુસડીયા વગેરે ત્રણ  પુરુષ અને ચાર મહિલા સહિત નાં સાત ને રૂ.૩૭૯૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.     

જામનગર તાલુકા ના નવા મોખાણા ગામ મા જુગાર રમતા ઘેલાભાઈ મેરુભાઈ ધ્રાંગિયા સહિત ચાર ને પોલીસે રૂ.૭૮૫૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

Tags :