શહેરની 500થી વધુ સોસાયટીએ છાણાંથી વૈદિક હોળી પ્રગટાવી
પર્યાવરણને નુકસાન થતું અટકે અને અસંખ્યા વૃક્ષોનું નિકંદન અટકે તે હેતુથી છાણાંથી વૈદિક હોળી પ્રગટાવવાની પહેલને શહેરીજનોએ સારો પ્રતિસાદ આપ્યો
પર્યાવરણને
નુકસાન થતું અટકે અને અસંખ્યા વૃક્ષોનું નિકંદન અટકે તે હેતુથી છાણાંથી વૈદિક હોળી
પ્રગટાવવાની પહેલને શહેરીજનોએ સારો પ્રતિસાદ આપ્યો
પ્રાચીનકાળથી
આપણે વૃક્ષોની પૂજા પણ કરીએ છીએ પરંતુ અત્યારે વધતા જતાં શહેરીકરણને લીધે
વૃક્ષોનું પ્રમાણ ખૂબ ઘટયુ છે પરિણામે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો
પડે છે ત્યારે પર્યાવરણનું જતન થાય અને જંગલોનું પ્રમાણ ઘટે નહીં તે હેતુ સાથે
શહેરની 500થી
વધારે સોસાયટીઓ દ્વારા છાણાંથી હોળી પ્રગટાવી હતી. આ વિશે શાલીગ્રામ ગીર ગૌશાળાના
વ્યવસ્થાપક મનીષ નસીતે કહ્યું કે, વૃક્ષોનું નિકંદન અટકે અને
હોળીના તહેવારની ઉજવણી થાય તે માટે વિવિધ ગૌશાળાઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા
છાણાંથી પ્રગટાવવાની પહેલ શરૂ કરી હતી. આ વર્ષે શહેરની 500થી
વધારે સોસાયટીમાં છાણાંથી હોળી પ્રગટાવવામાં આવી હતી જે ગત વર્ષની સરખામણીએ 70 ટકાનો વધારો થયો હતો. જાગૃત નાગરિકોની મહેનત અને એકથી વધુ સોસાયટીઓ સાથે
મળીને છાણાંથી હોળી પ્રગટાવીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
વૈદિક
હોળીને લઈને સોસાયટીના લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો
અમારી
સોસાયટીમાં સતત બીજા વર્ષે પણ છાણાંથી હોળી પ્રગટાવી. લાકડાંની સામે વૈદિક હોળીનો
ખર્ચ પણ ઘણો ઓછો છે અને પર્યાવરણને નુકસાનકર્તા નથી. વૈદિક હોળીને લઈને સોસાયટીના
લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોસાયટીના વડીલોએ બાળકોને વૈદિક હોળીનું મહત્વ
સમજાવ્યું હતું. સોસાયટીના સભ્યોએ દરેક હોળી વૈદિક રીતે સેલિબ્રેશન કરવાનો સંકલ્પ
કર્યો છે. - નિલય શાહ, સેક્રેટરી,
વૈદિક
હોળીથી વાતાવરણ શુદ્ધ રહે છે
અમારી
સોસાયટીમાં આ વર્ષે પણ પર્યાવરણને નુકસાન ન થાય અને વૃક્ષોનું નિકંદન થતું અટકે તે
માટે જામનગરથી 300કિલો છાણાં મંગાવ્યા હતા. અમારી સાથે બીજી સોસાયટીના લોકોએ મળીને
વૈદિક હોળી પ્રગટાવી હતી. આવનારા વર્ષોમાં પણ વૈદિક હોળી કરતા રહીશું અને અમારી
નવી પેઢીને પણ તેનું મહત્વ પણ સમજાવ્યું હતું. - કમિટી મેમ્બર્સ,