Get The App

વેસ્ટ સિરામિકને રિસાયકલ કરી રસોઈના વાસણો તૈયાર કર્યા

ભારતમાં દર વર્ષે 21,600 ટન સિરામિક વેસ્ટ પેદા થાય છે

Updated: Feb 16th, 2023

GS TEAM


Google News
Google News

આજે સિરામિકનો વપરાશ વધ્યો છે. સિરામિકની વસ્તુ જલદી તૂટી જવાનો ભય છે તેથી તેનો વેસ્ટ પણ મોટા પ્રમાણમાં થાય છે. આથી પર્યાવરણને પણ નુકસાન પહોંચી રહ્યું છે. વેસ્ટ સિરામિકને રિસાયકલ કરી રસોઈના વાસણો તૈયાર કર્યા 1 - imageએનઆઇડીના શશાંક નિમકરે આ સિરામિક વેસ્ટને ઉપયોગમાં લઈ તેને રિસાયકલ કરીને તેમાંથી રસોઇના વાસણો બનાવ્યા છે.

વેસ્ટ સિરામિકને રિસાયકલ કરી રસોઈના વાસણો તૈયાર કર્યા 2 - imageસ્ટુડન્ટ શશાંક કહે છે કે, આ પ્રોજેક્ટ ને તેમણે 'તત્વમિક્શ'- રિસાયકલ સિરામિક બાય 'અર્થ તત્ત્વ' નામ આપ્યું હતું. ભારતમાં વાર્ષિક 21,600 ટન સિરામિક વેસ્ટ પેદા થાય છે. અમે પ્રોજેક્ટના ભાગરૂપે ઇન્ડસ્ટ્રી વિઝીટ માટે ગયા હતા ત્યાં મેં આ સિરામિકના વેસ્ટને જોયો અને તેને ઓછું કરવાનો વિચાર કર્યો, જેમાં હું અને મારા મિત્રો સાથે મળીને અમે વેસ્ટ સિરામિક લઇને તેના પર પ્રોસેસ કરી તેમાંથી રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓ બનાવી. આ સિરામિકને રિસાયકલ કરવામાં રેઝિન અને સિમેન્ટનો ઉપયોગ કરવાને બદલે કુદરતી બાઇન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી આ સિરામિકનો ફરીવાર રિસાયકલ કરી શકાય છે.

રિસાયકલ કરેલી સિરામિકની વસ્તુઓ સ્ટોલ કરીને રિવ્યૂ કર્યો

વેસ્ટ સિરામિકને રિસાયકલ કરી રસોઈના વાસણો તૈયાર કર્યા 3 - imageઅમે તૈયાર કરેલા વેસ્ટ સિરામિકમાંથી બનાવેલી વસ્તુઓનો વપરાશ કેવો રહેશે તેનો રિવ્યૂ લેવા માટે અમે સ્ટોલ કર્યો, જેમાં અમે લોકો પાસેથી આ વસ્તુનો અનુભવ લીધો જેથી અમારી બનાવેલી વસ્તુનો સાચો પ્રતિસાદ મેળવ્યો હતો. - શશાંક નિમકર

Tags :