Get The App

52 વર્ષીય ડાયરેકટર વિક્રમ ભટ્ટે ગયા વરસે બે પુત્રોની માતા શ્વેતાંબરી સોની સાથે લગ્ન કરી લીધા

Updated: Oct 7th, 2021

GS TEAM


Google News
Google News
52 વર્ષીય ડાયરેકટર વિક્રમ ભટ્ટે ગયા વરસે બે પુત્રોની માતા શ્વેતાંબરી સોની સાથે લગ્ન કરી લીધા 1 - image


- પત્નીના જન્મદિવસે શુભેચ્છા આપીને પોતાની સાથે તેની તસવીર શેર કરી લગ્નની જાણકારી આપી

મુંબઇ : બોલીવૂડના જાણીતા ડાયરેકટર અને પ્રોડયુસર વિક્રમ ભટ્ટે ગયા વરસના લોકડાઉન દરમિયાન શ્વેેતાંબરી સોની સાથે લગ્ન કરી લીધા છે. તેમણે એક વરસ પછી આ વાતને જાહેર કરી છે. શ્વેતાંબરી સોનીનો ૬ ઓકટોબરના રોજ જન્મદિવસ હતો ત્યારે વિક્રમ ભટ્ટે સોશિયલ મીડિયા પર એક ખાસ સંદેશો લખીને પત્નીને જન્મદિવસના મુબારક આપ્યા હતા. 

વિક્રમ ભટ્ટે સોશિયલ મીડિયા પર પોતાની સાથે શ્વેતાંબરી સાથેની તસવીર શેર કરી છે. મહેશ ભટ્ટે એક ન્યુઝ વેબસાઇટના આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતુ ંકે, વિક્રમે ગયા વરસે જ લગ્ન કરી લીધા હતા. ત્યારે તેણે મને ફોન પર જણાવ્યું હતુ કે તે લગ્ન કરી રહ્યો છે. પરંતુ લોકડાઉનના કારણે તે તેમને લગ્નમાં નિમંત્રણ આપી શકતો નથી. ત્યારે તેણે એમ પણ કહ્યુ ંહતુ ંકે,તે પોતાના લગ્નને જાહેર કરવાનો નથી. ત્યારે મેં તેને એમ પણ કહ્યુ હતુ કે, તેલાંબા સમય સુધી આ વાત છુપાવી શકશે નહીં. 

વિક્રમની પત્ની શ્વેતાંબરી સોની મુંબઇમાં એક આર્ટ ગેલેરી સાથેજોડાયેલી છે. શ્વેતાંબરીને બે પુત્રો છે જેની સાથે તેણે પણ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી છે. 

ઉલ્લેખનીય છે કે, વિક્રમ ભટ્ટે આ પહેલા અદિતી ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને કૃષ્ણા નામની પુત્રી છે. ૧૯૯૮માં બન્નેના છુટાછેડા થઇ ગયા હતા.ત્યાર પછી તેનું નામ સુષ્મિતા સેન અને અમિષા પટેલ સાથે જોડાયું હતું.

Tags :