Get The App

ફોલ્ટ ઇન અવર સ્ટાર્સની હિંદી રિમેકનું ટાઇટલ નક્કી થયું

-સુશાંત સિંઘ રાજપૂત અને સંજના સિંઘ મુખ્ય રોલ કરી રહ્યાં છે

-ટાઇટલ આ રહ્યું કીઝ્ઝી ઔર માન્ની

Updated: Jul 10th, 2018

GS TEAM


Google News
Google News
ફોલ્ટ ઇન અવર સ્ટાર્સની હિંદી રિમેકનું ટાઇટલ નક્કી થયું 1 - image

મુંબઇ તા.૧૦

 હોલિવૂડની હિટ ફિલ્મ ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સની હિન્દી રિમેકનું ટાઇટલ કીઝ્ઝી ઔર માન્ની નક્કી થયું હોવાની જાણકારી મળી હતી.

આ ફિલ્મમાં સુશાંત સિંઘ રાજપૂત અને સંજના સિંઘ ચમકી રહ્યાં છે.  આ ફિલ્મનંુ શૂટિંગ કોલસાની ખાણો માટે જાણીતા જમશેદપુરમાં શરૃ થયું હોવાનું જાણવા મળ્યું હતું.

બોલિવૂડમાં કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે નામના મેળવનારા મૂકેશ છાબરા આ ફિલ્મથી ડાયરેક્ટર બની રહ્યા છે. છાબરાએ કહ્યું હતું કે ડાયરેક્ટર ઇમ્તિયાઝ અલી અને માધવન સાથેની વાતચીત દરમિયાન મને જમશેદપુરનાં લોકેશનો વિશે જાણવા મળ્યું હતું એટલે મેં અહીં રેકી કરાવી હતી અને મને આ લોકેશન ગમી જતાં અમે અહીં શૂટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

તેમણે કહ્યું કે મુંબઇની જેમ જમશેદપુર પણ પચરંગી શહેર છે અને અમને જોઇતું ક્રાઉડ અહી મળી રહેવાની શક્યતા છે. ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાન આ ફિલ્મનંુ સંગીત પીરસવાના છે.

Tags :