Get The App

આજે રણવીર-આલિયાની ફિલ્મનો ફર્સ્ટ લૂક રીલીઝ થશે

Updated: May 25th, 2023

GS TEAM


Google News
Google News
આજે રણવીર-આલિયાની ફિલ્મનો ફર્સ્ટ લૂક રીલીઝ થશે 1 - image


- ડાયરેક્ટર કરણ જોહરના જન્મદિનની ઉજવણી

- કરણ જોહર વરુણ ધવન અને ટાઈગર શ્રોફ સાથે એક્શન ફિલ્મ જાહેર કરે તેવી પણ ચર્ચા

મુંબઇ : કરણ જોહરે બહુ વર્ષો પછી જાતે દિગ્દર્શિત કરેલી રણવીર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'નો ફર્સ્ટ લૂક આવતીકાલે તા. ૨૫મી કરણ જોહરના જન્મદિેને રીલીઝ થશે તેમ મનાય છે. આ ઉપરાંત કરણ જોહર પોતાના દિગ્દર્શનમાં એક એક્શન ફિલ્મની પણ જાહેરાત કરે તેવી સંભાવના છે. 

કરણની આ એકશન થ્રિલર ફિલ્મમાં વરુણ ધવન અને ટાઇગર શ્રોફ મહત્વના રોલમાં હોવાની અટકળો છે. જોકે હજી સુધીકરણ જોહરે આ ફિલ્મમાં અભિનેત્રી વિશે નિર્ણય લીધો નથી. 

'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' આલિયા ભટ્ટની પ્રસૂતિ પછી રીલીઝ થનારી પહેલી ફિલ્મ બનશે. આ ફિલ્મમાં દાયકાઓ પછી ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ એક ફ્રેમમાં સાથે દેખાશે. રણવીરને હાલ પોતાની કેરિયર બૂસ્ટ કરવા માટે એક હીટ ફિલ્મની જરુર છે અને તે ને આ ફિલ્મ પર ઘણી આશા છે. 

Tags :