Get The App

તબુ અને અલી ફઝલ સ્ટારર ફિલ્મ 'ખુફિયા' નું ટ્રેલર રિલીઝ

Updated: Sep 18th, 2023

GS TEAM


Google News
Google News
તબુ અને અલી ફઝલ સ્ટારર ફિલ્મ 'ખુફિયા' નું ટ્રેલર રિલીઝ 1 - image


                                               Image Source: Instagram

મુંબઈ, તા. 18 સપ્ટેમ્બર 2023 સોમવાર

તબુ અને અલી ફઝલની નવી ફિલ્મ ખુફિયાનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. આ સ્પાઈ થ્રિલર ફિલ્મમાં તબુ રો ની એજન્ટ બની છે જ્યારે દેશદ્રોહીના રોલમાં અબુ ફઝલ છે. આ દેશદ્રોહીથી તબુ દેશને કેવી રીતે બચાવે છે આ ટોપ સિક્રેટ છે. આ ટ્રેલરને જોયા બાદ ચાહકો અલી ફઝલ અને તબુના ખૂબ વખાણ કરી રહ્યા છે.

દેશદ્રોહીઓને પકડશે તબુ

ખુફિયાના ટ્રેલરમાં તબુ અને અલી ફઝલની જોરદાર એક્ટિંગ જોવા મળી. ટ્રેલરમાં તબુ દેશદ્રોહીઓને પકડવામાં કાર્યરત છે. આ ફિલ્મ 'ઈસ્કેપ ટુ નાઉવેયર' નામના પુસ્તક પર આધારિત છે. આ ટ્રેલરમાં દર્શાવાયુ છે કે તબુ એક ખતરનાક મિશન પર છે અને દેશના દુશ્મનોને પકડવાનો પ્રયત્ન કરી રહી છે. આ ફિલ્મનું ડાયરેક્શન વિશાલ ભારદ્વાજે કર્યુ છે.

5 ઓક્ટોબરે થશે રિલીઝ

ખુફિયા ફિલ્મ 5 ઓક્ટોબરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મના ટ્રેલરને જોઈને ચાહકો તબુ અને અલી ફઝલના વખાણ કરી રહ્યા છે અને સતત સોશિયલ મીડિયા પર રિએક્ટ કરી રહ્યા છે. આ પહેલા ફિલ્મ ભોલા માં પણ તબુની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. તબુ મોટાભાગે ઈન્ટેન્સ પ્રકારની ફિલ્મો કરે છે જેમાં તેના લુક અને એક્ટિંગના ખૂબ વખાણ થાય છે.

Tags :