તેઓ મને અફોર્ડ નથી કરી શકતા...: શાહિદ કપૂરે ફિલ્મ 'હૈદર' માટે ફી ન લીધી હોવાનો કર્યો ખુલાસો
Image Source: Twitter
- ફિલ્મ 'હૈદર' માટે શાહિદ કપૂરને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો
મુંબઈ, તા. 23 સપ્ટેમ્બર 2023, શનિવાર
બોલીવુડ એક્ટર શાહિદ કપૂરે ફિલ્મોની સાથે-સાથે OTTના પણ શાનદાર પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી શાહિદ કપૂર OTT પર પોતાની એક્ટિંગથી લોકોને ઘાયલ કરી રહ્યો છે. બીજી તરફ મોટા પડદા પર પણ શાહિદ કપૂરે એકથી એક પાત્ર ભજવ્યા છે. 2009માં ક્રાઈમ ડ્રામા કમીને બાદ શાહિદ કપૂરને વિશાલ ભારદ્વાજે 2014માં કાશ્મીર અને વિલિયમ શેક્સપિયરના હેમલેટ પર બેસ્ડ ફિલ્મ હૈદર ઓફર કરી હતી.
આ ફિલ્મમાં તેનો લીડ રોલ હતો અને દર્શકોએ તેના કામને ખૂબ જ પસંદ કર્યું હતું. આ ઉપરાંત ફિલ્મ 'હૈદર' માટે શાહિદ કપૂરને બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, શાહિદ કપૂરે આ ફિલ્મ માટે કોઈ ફી ચાર્જ નહોતી કરી. આ વાતનો ખુલાસો શાહિદે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો છે અને તેના પાછળનું કારણ પણ જણાવ્યું છે.
શાહિદ કપૂરે જણાવ્યું કે, આ ફિલ્મ ફ્રી માં કરવા પાછળ એક કારણ હતું. એક્ટરે જણાવ્યું કે, મેકર્સ મને અફોર્ડ ન કરી શકતા હતા. મેકર્સે તેને કહ્યું હતું કે, જો તેણે ફી ચૂકવવી પડી તો ફિલ્મનું બજેટ મંજૂર કરવામાં નહીં આવશે કારણ કે, તે ખૂબ જ પ્રયોગાત્મક સબજેક્ટ હતો. તેમને અંદાજો પણ ન હતો કે, આ ફિલ્મ આટલી સફળ થશે. પરંતુ ફિલ્મ બનાવવા માટે આ એક સારો વિષય હતો તેથી આ ફિલ્મ ફ્રી માં કરવા માટે હું રાજી થયો હતો.
જ્યારે શાહિદ કપૂરને આગળ સવાલ કરવામાં આવ્યો કે, તેમણે હૈદર સિવાય બીજી કોઈ ફિલ્મ ફી લીધા વગર કરી છે. ત્યારે શાહિદે જણાવ્યું કે, આ ઉપરાંત તેમણે કોઈ પણ ફિલ્મ ફી લીધા વગર નથી કરી. એક્ટરે રમૂજ કરતા કહ્યું કે, ઘર પણ ચલાવવાનું છે.