રણવીર સિંહ બનશે શાહરૂખ ખાનનો પાડોશી, મુંબઈમાં ખરીદ્યો 119 કરોડનો લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ
મુંબઈ, તા. 11 જુલાઈ 2022, સોમવાર
બોલિવૂડના લોકપ્રિય કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ હવે ટૂંક સમયમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનના પડોશી બનવા જઈ રહ્યા છે. રણવીર સિંહે સાગર રેશમ રેસિડેન્શિયલ ટાવરમાં લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. તેમના આ ઘરમાંથી તેઓને બેન્ડસ્ટેન્ડ પરથી અરબી સમુદ્રનો સુંદર નજારો જોવા મળશે.
- રણવીર અને દીપિકાનું નવું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ
રણવીર સિંહે એક નવું ઘર ખરીદ્યું છે. જોકે, આ બિલ્ડિંગ હજી અન્ડર કન્સ્ટ્રક્શન છે. તેણે જે એપાર્ટમેન્ટની ડીલ કરી છે તેમાંથી સમુદ્રનો ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. અહેવાલો અનુસાર, અભિનેતાએ આ ઘર લગભગ 119 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે.
દીપિકા અને રણવીરનું આ એપાર્ટમેન્ટ શાહરૂખ ખાનના મન્નત અને સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની વચ્ચે આવે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમનું એપાર્ટમેન્ટ ટાવરના 16માં, 17માં, 18મા અને 19મા માળે આવેલું છે. રણવીરનું અપાર્ટમેન્ટ 11,266 સ્કેવર ફુટમાં ફેલાયેલું છે. આ ઉપરાંત 1300 સ્કેવર ફુટનું ટેરેસ પણ છે. આટલું જ નહીં 19 કાર પાર્ક થઈ શકે એટલી પાર્કિંગ સ્પેસ છે.
રણવીર સિંહની પ્રોપર્ટીની વાત કરીએ તો એરિયામાં પ્રતિ ચોરસ ફૂટનો દર 1 લાખ રૂપિયા છે. પ્રોપર્ટી 'ઓહ ફાઈવ મીડિયા વર્ક્સ LLP' હેઠળ રજિસ્ટર કરવામાં આવી છે. જેમાં રણવીર પોતે અને તેના પિતા ડિરેક્ટર છે. રણવીરે 7.13 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. રણવીરનું અપાર્ટમેન્ટ 11,266 સ્કેવર ફુટમાં ફેલાયેલું છે. આ ઉપરાંત 1300 સ્કેવર ફુટનું ટેરેસ પણ છે. આટલું જ નહીં 19 કાર પાર્ક થઈ શકે તેટલો પાર્કિંગ સ્પેસ છે. રણવીરે 7.13 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે.