પાયલ અને સંગ્રામે લગ્ન પહેલા 850 વર્ષ જૂના ભગવાન શિવના મંદિરે આશીર્વાદ લીધા
- સંગ્રામ અને પાયલે પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે હલ્દી અને મહેંદીનું ફંક્શન પૂર્ણ કર્યું છે
મુંબઈ, તા. 08 જુલાઈ 2022, શુક્રવાર
સંગ્રામ સિંહ અને પાયલ રોહતગી પોતાના 12 વર્ષ જૂના સંબંધોને લગ્નનું નામ આપવા જઈ રહ્યા છે. પાયલ અને સંગ્રામ 9 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ કપલે પોતાના લગ્ન માટે પ્રેમના શહેર આગ્રાને પસંદ કર્યું છે. પાયલ અને સંગ્રામના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો પણ શેર કરવામાં આવી રહી છે.
ગુજરાત-હરિયાણા છોડીને પાયલ અને સંગ્રામ લગ્ન માટે આગ્રા પહોંચી ગયા છે. જીવનના નવા સફરની શરૂઆત કરતા પહેલા યુગલે રાજેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરીને ભગવાન શિવના આશીર્વાદ લીધા હતા. આવું કહેવામાં આવે છે કે, મહાદેવ અને પાર્વતીનું આ મંદિર 850 વર્ષ જૂનું છે. હાલમાં સોશિયલ મીડિયા પર તસવીરોમાં પાયલ અને સંગ્રામ પણ મહાદેવની પૂજા કરતા જોઈ શકાય છે.
મંદિરમાં પૂજા કરતી વખતે પાયલ અને સંગ્રામના ચહેરા ઉપર ખુશી જોવા મળે છે. સંગ્રામ અને પાયલે પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે હલ્દી અને મહેંદીનું ફંક્શન પૂર્ણ થઈ ગયું છે.