દિશા પટાણીના ઇન્સ્ટાગ્રામ પર ચાર કરોડથી વધુ ફોલોઅર્સ
- અભિનેત્રીએ પોતાના ચાહકો સાથે ખુશી શેર કરી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 26 સપ્ટેમ્બર 2020, શનિવાર
દિશા પટાણી સોશિયલ મીડિયા પર સક્રિય છે. તે વારંવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેના ઇનસ્ટાગ્રામ પર ચાર કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કરીને માલિસ્ટોન સેટ કર્યો છે. દિશાએ પોતાની આ ખુશી સોશિયલમીડિયા પર શેર કરી હતી.
દિશાએ એક વીડિયો શેર કરતાં કેપ્શન લખ્યું છે કે, ૪૦ મિલિયન આની જેમજ, ૬૦ કિલો ગ્રામનું વજન, મારી પ્રેમાળ ફેનક્લબ્સ તમારા દરેકના પ્રેમ અને સમર્થન માટે તમારો આભાર. હું તમારા વગર કાંઇ નથી.
દિશાએ પોતાના ચાહકોને એક વીડિયો શેર કર્યો છે, જેમા ંતે ૬૦ કિલોગ્રામના વજન સાથે વર્ક આઉટ કરતી જોવા મળે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૨૪ લાખ વાર જોવાઇ ચુક્યો છે. દિશાના ચાહકો તેના વખાણ કરી રહ્યા છે.
દિશાની કારકિર્દીની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ મલંગમાં જોવા મળી હતી.
હવે તે સલમાન ખાનની રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડમાં જોવા મળવાની છે.