યુવાનોએ સેલ્ફી લેવા માટે ઘેરી લેતાં મલાઈકા ગભરાઈ ગઈ
- એક યુવાન અડોઅડ પહોંચી જતાં નારાજ
- આદિત્ય રોય કપૂર તથા રણબીર પછી વધુ એક સ્ટારને ઘેલા ચાહકોનો માઠો અનુભવ
મુંબઇ : મુંબઈ એરપોર્ટ પર તાજેતરમાં મલાઈકા અરોરા સેલ્ફી માટે પડાપડી કરતાં યુવકોથી ઘેરાઈ ગઈ હતી. તેના કારણે તે ભારે ગભરાઈ ગઈ હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અનુસાર યુવકોનું એક ઝુંડ મલાઈકાને ઘેરી વળ્યું હતું. પહેલાં તો મલાઈકાએ સેલ્ફી લેવા દીધી હતી પરંતુ એક ચાહક સાવ અડોઅડ આવી જતાં તે ગભરાઈ હતી અને 'આરામ સે..આરામ સે' કહીન ેઝડપભેર ચાલી નીકળી હતી.
જોકે, કેટલાક નેટિઝન્સએ મલાઈકા જેવી હસ્તીઓ પોતાના ચાહકોને અસ્પૃશ્ય માને છે કે શું તેવી પણ ટિપ્પણી કરી હતી.
ઉલ્લેખનિય છે કે સ્ટાર્સ સાથે સેલ્ફી લેવા કે તેમને સ્પર્શવાની હરકતો વધી રહી છે. તાજેતરમાં આદિત્ય રોય કપૂર અને રણબીર કપૂરને આનો માઠો અનુભવ થઈ ગયો છે. એક યુવતીએ રણબીરને વળગીને કિસ કરી લેવા પ્રયાસ કર્યો હતો.