કાર્તિક આર્યનનો લાઇવ પરફોર્મન્સ દરમિયાન પગ મચકોડાઇ ગયો
મુંબઇ : કાર્તિક આર્યન હાલમાં એક લાઇવ શો દરમિયાન પોતાની જફિલ્મના લોકપ્રિય ગીત પર પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે ઇજાગ્રસ્ત થયો હતો. અભિનેતા પોતાની લ્મિ ભૂલ ભૂલૈયા ટુના ગીત પર સિગ્નેચર સ્ટેપ કરી રહ્યો હતો ત્યારે તેના પગમાં ઇજા થઇ હતી. જોકે હવે તેની તબિયત સારી છે.
લાઇવ શોમાં હાજર રહેલી વ્યક્તિએ મીડિયાને જણાવ્યું હતું કે, ડાન્સ કરતી વખતે કાર્તિકે પોતાના પગના પંજાને એટલી ખરાબ રીતે વાળ્યો હતો કે તે મચકોડાઇ જતાં સ્ટેજના ફ્લોર પરપાછો રાખી જ શક્તો નહોતો. ત્યાં હાજર રહલા લોકોને ત્યારે લાગ્યું હતુ ંકે, કાર્તિક મજાક કરી રહ્યો છે. પરંતુ પછીથી દરેકને સ્થિતિની ગંભીરતાનો આભાસ આવી ગયો હતો અને લોકો ડરી ગયા હતા.
સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે,૩૦ મિનીટમાં જ મેડકિલ ટીમ અને ફિઝિયોથેરપીસ્ટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમની સારવાર પછી કાર્તિકને થોડી રાહત થઇ હતી. ત્યાર પછી તેને તેની વેનમાં લઇજવામાં આવ્યો હતો.ત્યાં હાજર રહેલા લાકો ગભરાઇ ગયા હતા. પરંતુ કાર્તિક એકદમ શાંત હતો. તેણે ઝડપથી રિકવરી આવી ગઇ છે અને તે ફરી કામ પર લાગી ગયો છે.