જય કાલી કલકત્તેવાલી, તેરા શ્રાપ ના જાયે ખાલી...કાલી વિવાદ વચ્ચે ચર્ચામાં આવ્યુ અનુપમ ખેરનુ ટ્વિટ
નવી દિલ્હી,તા.7 જુલાઈ 2022,ગુરૂવાર
ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર લીના મણિમેકલાઈ પોતાની ફિલ્મ કાલીના પોસ્ટરને લઈને વિવાદમાં છે.
કાલી માતાનુ અપમાનજનક પોસ્ટર રજૂ કરનાર લીના મણિમેકલાઈની લોકો ટીકા કરી રહ્યા છે પણ હજી પણ આ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર બેફામ થઈને નિવેદનો આપી રહી છે.જેનાથી માહોલ વધારે ગરમાઈ રહ્યો છે.
આ વિવાદની વચ્ચે અભિનેતા અનુપમ ખેરનુ ટ્વિટ ચર્ચાનો વિષય બન્યુ છે.અનુપમે પોતાના ટિવટર હેન્ડલ પર કાલી માતાની તસવીર શેર કરીને લખ્યુ છે કે, શિમલામાં એક જાણીતુ કાલી મંદિર છે.જ્યાં હું નાનો હતો ત્યારે બહુ જતો હતો અને બુંદીનો પ્રસાદ મને મળતો હતો.મંદિરની બહાર ઉભેલા એક સાધુ વારંવાર એક વાક્ય બોલતા હતા કે, જય માં કલકત્તે વાલી..તેરા શ્રાપ ના જાય ખાલી..આજે મને એ મંદિર અનેએ સાધુની બહુ યાદ આવી રહી છે.
આ ટવિટના જવાબમાં ચાહકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે.એક ચાહકે લખ્યુ છે કે, સાધુ અત્યારે હોય કે ના હોય પણ કાલી માતાનો ક્રોધ ગઈકાલે જેવો હતો તે જ આજે પણ છે અને રહેશે. પાપી લોકોને સજા મળશે, બસ યોગ્ય સમયની વાત છે.
ઉલ્લેખનીય છે કે, લીનાએ પોસ્ટર સાથે કરેલુ ટ્વિટ ભારે હોબાળા બાદ ટ્વિટરે હટાવી દીધુ છે.બીજી તરફ ટીએમસી સાંસદે મહુઆ મોઈત્રાએ લીનાને સમર્થન આપીને આ વિવાદને વધારે હવા આપી છે.