Get The App

IFFI 2023: માધુરી દીક્ષિતને આ ખાસ એવોર્ડથી સન્માનિત કરાઈ, અનુરાગ ઠાકુરે કરી જાહેરાત

Updated: Nov 20th, 2023

GS TEAM


Google News
Google News
IFFI 2023: માધુરી દીક્ષિતને આ ખાસ એવોર્ડથી સન્માનિત કરાઈ, અનુરાગ ઠાકુરે કરી જાહેરાત 1 - image


Image Source: Twitter

- આજથી ગોવામાં IFFIની શરૂઆત થઈ ચૂકી છે

નવી દિલ્હી, તા. 20 નવેમ્બર 2023, સોમવાર

IFFI 2023: બોલીવુડની 'ધકધક ગર્લ'ના નામથી ફેમસ માધુરી દીક્ષિતનું હિન્દી સિનેમા પર મોટું યોગદાન રહ્યું છે. ક્યારેક 'મોહિની' તો ક્યારેક 'ચંદ્રમુખી' બનીને માધુરી દીક્ષિતે દરેક વખતે પોતાના શ્રેષ્ઠ અભિનયથી પોતાના પાત્રને જીવંત બનાવ્યું છે. બીજી તરફ આજે પણ દુનિયા તેની અદાઓ પર ફિદા છે. માધુરી દિક્ષિત કમાલની ડાન્સર પણ છે. 

અનુરાગ ઠાકુરે માધુરી દીક્ષિતને આ ખાસ એવોર્ડથી કરી સમ્માનિત

આ જ કારણ છે કે, તેમને '54મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા' માં એક ખાસ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. આ વાતનું એલાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા પર કર્યું છે. તેમણે ખાસ અંદાજમાં એક્ટ્રેસને સમ્માનિત કર્યા છે. 

ખુબસૂરત અંદાજમાં જણાવી 'ધકધક ગર્લ'ની સિનેમા જર્ની

તેમણે લખ્યું કે, માધુરી દિક્ષિતે 4 દાયકાથી પોતાના ટેલેન્ટ અને ગ્રેસથી પડદા પર ચાર ચાંદ લગાવ્યા છે. નિશા થી લઈને મનેરમ ચંદ્રમુખી સુધી, રાજસી બેગમ પારા થી લઈને અદમ્ય રજ્જો સુધી તેમની વર્સેટિલિટીની કોઈ સીમા નથી. તેમણે આગળ એમ પણ લખ્યું કે,  '54મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા'માં ટેલેન્ટેડ અને પ્રતિભાશાળી અભિનેત્રીને ભારતીય સિનેમામાં યોગદાન માટે વિશેષ સન્માન એવોર્ડ અર્પણ કરીને અમને ખુશી થઈ રહી છે. 

તમને જણાવી દઈએ કે, આજથી ગોવામાં IFFIની શરૂઆત થઈ ચૂકી છે. આ ઈવેન્ટમાં બોલીવુડની અનેક મોટી હસ્તીઓ સામેલ થશે. 

Tags :