Get The App

જૉન અબ્રાહમનો વીડિયો જોઈને ફેન્સ ચિંતામાં મૂકાયા, સોશિયલ મીડિયા ફેન્સે પૂછ્યું કે 'તમે ઠીક છો?'

Updated: Nov 21st, 2023

GS TEAM


Google News
Google News
જૉન અબ્રાહમનો વીડિયો જોઈને ફેન્સ ચિંતામાં મૂકાયા, સોશિયલ મીડિયા ફેન્સે પૂછ્યું કે 'તમે ઠીક છો?' 1 - image


Image Source: Facebook

મુંબઈ, તા. 21 નવેમ્બર 2023 મંગળવાર

બોલીવુડ અભિનેતા જોન અબ્રાહમ પોતાની ફિલ્મોને લઈને ઘણી વખત ચર્ચામાં છવાયેલા રહે છે. તાજેતરમાં જ તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તેમના ચાહકો અચંબિત થઈ ગયા છે. તાજેતરમાં જ અભિનેતાએ પોતાના એક ક્રેઝી ફેનને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. તેમના ચાહકે સોશિયલ મીડિયા પર જોનનો આ વીડિયો શેર કર્યો છે.

જોન અબ્રાહમ આ વીડિયોમાં ખૂબ ખુશ અને સારા મૂડમાં નજર આવી રહ્યા છે. તેમનો આ વીડિયો જોયા બાદ તેમના ચાહકો અચંબિત થઈ ગયા છે. ચાહક દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોન અબ્રાહમે જન્મદિવસની શુભકામના આપતા કહ્યુ, અરે યશ, તને જન્મદિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ. ખૂબ પ્રેમ, પોતાનો ખ્યાલ રાખજે, તમારો દિવસ મંગલમય રહે અને આગામી વર્ષ પણ મંગલમય રહે.

આ વીડિયોમાં જોનના અવાજથી જાણ થાય છે કે તે ખૂબ ખુશ છે. તેમણે ઉત્સાહભેર ચાહકને જન્મદિવસની શુભકામનાઓ આપી છે. આ બધુ જોઈને તેમના ચાહકોને આશ્ચર્ય થયુ કે શું જોન ઠીક છે. આ વીડિયોમાં જોન અબ્રાહમના ચહેરા પર ઘણી કરચલીઓ નજર આવી રહી છે. સાથે જ તેમણે નાની હેરસ્ટાઈલ રાખી છે.

એક ચાહકે વીડિયોનો સ્ક્રીનશોટ શેર કરતા પૂછ્યુ કે શું જોન ઠીક છે? જેની પર ઘણા લોકોએ કહ્યુ કે ઉંમરની સાથે આવુ થાય છે. જોનની ઉંમર 50 વર્ષ છે. એક યુઝરે કહ્યુ, તે તો ઠીક છે. એવુ લાગે છે કે તેમના ચહેરા પર ખૂબ કરચલીઓ છે, કદાચ ખૂબ કસરત અને દવાઓનો દુષ્પ્રભાવ છે. આ સિવાય મેકઅપ પણ નથી. 

ઉલ્લેખનીય છે કે જોન અબ્રાહમ તાજેતરમાં જ પઠાણમાં નજર આવ્યા હતા. તેમની એક્ટિંગના દર્શકોએ ખૂબ વખાણ કર્યા હતા. તેમના અપકમિંગ પ્રોજેક્ટમાં તેહરાન, ફોર્સ 3 અને વેદા સામેલ છે.

Tags :