જાણો ભારતે ઓસ્કરમાં મેકલાવેલી ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ની રસપ્રદ કહાની
- 'છેલ્લો શો' ની તુલના 1998ની ઇટાલિયન ફિલ્મ 'સિનેમા પેરાડિસો' સાથે કરવામાં આવી રહી છે
નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર
ડાયરેક્ટર પાન નલિનની ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ને ભારત તરફથી 95માં ઓસ્કર માટે સત્તાવાર રૂપે મોકલવામાં આવી છે. આ એન્ટ્રી ભારત તરફથી બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં કરવામાં આવી છે.
મંગળવારે ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાના મહાસચિવ સુપર્ણ સેને તેનું સત્તાવાર એલાન કર્યું હતું. જાણીતા કન્નડ ફિલ્મ ડાયરેક્ટર ટીએસ નાગાભરનાની અધ્યક્ષતા વાળી જ્યૂરીએ 'છેલ્લો શો' ફિલ્મની પસંદગી કરી હતી.
'છેલ્લો શો'નું વર્લ્ડ પ્રીમિયર ન્યૂયોર્કમાં યોજાનાર ટ્રિબૈકા ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું હતું. ભારતમાં આ ફિલ્મ 14 ઓક્ટોબરનું રિલીઝ કરવામાં આવશે.
પોતાની ફિલ્મને સત્તાવાર રૂપે ઓસ્કર્સમાં મોકલવા પર પાન નલિને ટ્વિટ કર્યું કે, 'આજની રાત ખાસ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને જ્યૂરીનો આભાર, 'છેલ્લો શો' ફિલ્મ પર વિશ્વાસ કરવા માટે આભાર. હું હવે ફરીથી શ્વાસ લઈ શકુ છું અને માની શકુ કે સિનેમા મનોરંજન અને પ્રેરણા આપે છે.'
સિનેમા પ્રત્યે પ્રેમની કહાની
આ કહાની એક 9 વર્ષના બાળકની છે જેનું નામ સમય છે. સમય સિનેમાની જાદુઈ દુનિયા પ્રત્યે આકર્ષાય છે. સૌરાષ્ટ્રના ચલાલા ગામમાં વણાયેલી આ કહાનીમાં સમય તેના પિતા સાથે તેના પિતાની ચાની સ્ટોલ પર કામ કરે છે જે રેલવે સ્ટેશન પર છે. આ તે સ્ટેશન છે જ્યાં માત્ર થોડી જ ટ્રેનો ઉભી રહે છેતેથી પરિવાર આર્થિક સંકડામણ સાથે સંઘર્ષ કરે છે.
સમયનું મન અભ્યાસમાં નથી લાગતું. તે એક દિવસ પોતાના પરિવાર સાથે ફિલ્મ જોવા જાય છે અને ત્યારથી જ ફિલ્મ થિયેટર પ્રત્યે તેની રુચિ વધે છે.
ત્યાં તેની મુલાકાત પ્રોજેક્ટર ઓપરેટર ફૈઝલ સાથે થાય છે. સમયની માતા સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે અને સમય પોતાનું જમવાનું ફૈઝલને ખવડાવે છે. તેના બદલામાં તે સમયને પ્રોજેક્ટર વાળા રૂમમાં ફિલ્મ જોવા દે છે. આ પ્રોજેક્ટરનો રૂમ સમયની પ્રથમ સિનેમા સ્કૂલ બની જાય છે.
સમયના પિતા ઈચ્છતા હતા કે, તેનો પુત્ર આદર્શ બને અને શિક્ષણ પર ધ્યાન આપી પરિવારની આર્થિક તંગી દૂર કરે. પરંતુ 9 વર્ષનો સમય સ્કૂલ છોડીને પ્રોજેક્ટર રૂમમાં ફિલ્મ જોઈ છે અને પોતાના સિનેમાના પ્રેમ અને લગાવને કારણે તે જેશી જુગાડથી એક પ્રોજેક્ટર બનાવે છે.
સિનેમાની દુનિયાના બદલાતા માહોલને આ ફિલ્મ દ્વારા બતાવવામાં આવ્યો છે. ભારતમાં સિનેમા કેવી રીતે સેલ્યુલોઈડ એટલે કે, પરંપરાગત રીલમાંથી ડિજિટલ તરફ આગળ વધ્યું છે અને કેવી રીતે દેશમાંથી સિંગલ સ્ક્રીન થિયેટરો અદૃશ્ય થઈ રહ્યા છે અને તેની જગ્યાએ મલ્ટીપ્લેક્સ સિનેમા હોલ આવી રહ્યા છે.
ફિલ્મ ડાયરેક્ટર નલિનના જણાવ્યા પ્રમાણે 'છેલ્લો શો''સેમી ઓટોબાયોગ્રાફિકલ ફિલ્મ' છે. જેનો અર્થ એ થાય છે કે, આ ફિલ્મ કેટલાક અંશે તેમના જીવનની કહાની પર આધારિત છે.
વધુ વાંચો: પાન નલિનની ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી
'છેલ્લો શો' ની તુલના 1998ની ઇટાલિયન ફિલ્મ 'સિનેમા પેરાડિસો' સાથે કરવામાં આવી રહી છે જેમાં આઠ વર્ષનો સાલ્વાટોર તેનો બધો સમય સિનેમા પેરાડિસો નામના થિયેટરમાં વિતાવે છે અને આલ્ફ્રેડો નામનો પ્રોજેક્ટર ઑપરેટર તેને ઑપરેટરના બૂથમાંથી ફિલ્મો બતાવે છે. તેના બદલામાં સેલવાટોર ઓપરેટરને નાના-નાના કામમાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે - રીલ બદલવી, પ્રોજેક્ટર ચલાવવું વગેરે.
કોણ છે ડાયરેક્ટર પાન નલિન
પાન નલિન એવોર્ડ-વિનિંગ ફિલ્મોના ડાયરેક્ટર તરીકે ઓળખાય છે. તેમણે સમસારા, વૈલી ઓફ ફ્લાવર, એન્ગ્રી ઈન્ડિયન ગોડેસ અને આયુર્વેદ: આર્ટ ઓફ બીઈંગ જેવી ફિલ્મો બનાવી છે.
પાન નલિને સિનેમાની ટ્રેનિંગ નથી લીધી. તેમણે આ કલા જાતે શીખી છે. તેમણે અમદાવાદ સ્થિત નેશનલ સ્કૂલ ઓફ ડિઝાઈનથી અભ્યાસ કર્યો છે.
પાન નલિને જણાવ્યું હતું કે, આ ફિલ્મને બનાવવામાં સાડા ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો.