Get The App

Avatar: The Way of Water એક અવિશ્વનીય, અકલ્પનીય, દમદાર ફિલ્મ,ભારતમાં આ તારીખે થશે રિલીઝ

Updated: Dec 7th, 2022

GS TEAM


Google News
Google News
Avatar: The Way of Water એક અવિશ્વનીય, અકલ્પનીય, દમદાર ફિલ્મ,ભારતમાં આ તારીખે થશે રિલીઝ 1 - image

-13 વર્ષ પહેલા રીલિઝ થયેલી જેમ્સ કેમરનની ફિલ્મ 'અવતાર'ની સિક્વલ 'અવતારઃ ધ વે ઓફ વોટર' ભારતમાં 16 ડિસેમ્બરે રિલીઝ 

નવી દિલ્હી,તા. 7 ડિસેમ્બર 2022,બુધવાર 

વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'અવતાર'એ વિશ્વભરના દર્શકોનું મન જીત્યુ હતુ. હવે આ પછી જેમ્સ કેમરૂન તેની સિક્વલ લઈને આવ્યા છે. દર્શકોમાં 'અવતારઃ ધ વે ઓફ વોટર'નો ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. 

જેમ્સ કેમેરોનની 'અવતારઃ ધ વે ઓફ વોટર' આખરે લંડનમાં ફિલ્મના વર્લ્ડ પ્રીમિયર બાદ પ્રેસના સભ્યોને બતાવવામાં આવી છે. અહીં 'અવતારઃ ધ વે ઓફ વોટર'ના પ્રીમિયર પછી ક્રિટિક્સના પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. 

Avatar: The Way of Water એક અવિશ્વનીય, અકલ્પનીય, દમદાર ફિલ્મ,ભારતમાં આ તારીખે થશે રિલીઝ 2 - image

ફિલ્મને શરૂઆતમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમ્સ કેમેરોનની અમર્યાદ કલ્પના અને નૈસર્ગિક દ્રશ્યોએ ફરી એકવાર લોકોના હોશ ઉડાવી દીધા છે. હવે ભારતમાં ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જેમ્સ કેમરોને આ ફિલ્મના સ્ટાર્સ સાથે વાસ્તવિક પાણીની અંદરની દુનિયા બનાવી છે. તેમાં મોશન કેપ્ચર સિનેમેટોગ્રાફી કરવામાં આવી છે, જે વિવેચકોને ખૂબ જ પ્રભાવિત કરી રહી છે. લંડન અને ઈંગ્લેન્ડના વિવેચકોઇ 'અવતારઃ ધ વે ઓફ વોટર' ફિલમ પર પોતાની પ્રતિક્રિયા શેર કરી હતી. 

ફિલ્મનો રરિલ્યુ આપતા એક યુઝરે લખ્યું કે, ફિલ્મ 'અવતારઃ ધ વે ઓફ વોટર' ખૂબ જ અવિશ્વસનીય છે.  આ દ્રશ્યો મનને હચમચાવી દે તેવા છે. એક પછી એક શાનદાર ફ્રેમ...

અન્ય એક યુઝરે લખ્યું, 'આનંદ થાય છે કે 'અવતારઃ ધ વે ઓફ વોટર' અભૂતપૂર્વ ફિલ્મ છે. 'અવતાર 2' વધુ સારી અને વધુ ભાવનાત્મક છે. આ ફિલ્મ આકર્ષક અને અતિ મનોરંજક છે. આ ફિલ્મની સ્ટોરી ઘણી સારી છે. ફિલ્મની સ્ટોરી કહેવાની રીત પણ બેસ્ટ છે. તેમજ આ મૂવીમાં ખૂબસૂરત દ્રશ્યો અને નવા પાત્રો અદ્ભુત છે. આ ફિલ્મ સંપૂર્ણપણે રોમાંચક છે.

16 ડિસેમ્બરે ભારતમાં થશે રિલીઝ

13 વર્ષ પહેલા રીલિઝ થયેલી જેમ્સ કેમરનની ફિલ્મ 'અવતાર'ની સિક્વલ 'અવતારઃ ધ વે ઓફ વોટર' ભારતમાં 16 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. અંગ્રેજી ઉપરાંત આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થશે.

Tags :