Get The App

સરકારી કેન્દ્રોમાં 7,747 ક્વિન્ટલ ડાંગર તો સહકારી મંડળીઓમાં 8 લાખ ક્વિન્ટલ !

- સુરત અને તાપી જિલ્લામાં ટેકાના ભાવે ડાંગર ખરીદી માટેના

- સરકાર રૂા.1750 ત્વરીત ચૂકવે છે પણ સહકારી મંડળીઓ ક્વિન્ટલ દીઠ રૂા.2000 વધુ ભાવ આપી રહી છે

Updated: Jan 2nd, 2019

GS TEAM


Google News
Google News
સરકારી કેન્દ્રોમાં 7,747 ક્વિન્ટલ ડાંગર તો સહકારી મંડળીઓમાં 8 લાખ ક્વિન્ટલ ! 1 - image

(પ્રતિનિધિ દ્વારા) સુરત,તા. 02 જાન્યુઆરી 2019, બુધવાર

ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સુરત અને તાપી જિલ્લામાં સરકારે ૧૬ જેટલા કેન્દ્રો શરૂ કરીને ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી પણ ખેડૂતોએ માંડ ૭૭૪૭ કિવન્ટલ જ ડાંગર ખેડુતોએ આપ્યુ છે. જેની સામે સહકારી મંડળીઓમાં અધધધ ૮ લાખ કિવન્ટલ ડાંગરથી ગોડાઉનો ભરાઇ ગયા છે.

ગુજરાત સરકારે સુરત અને તાપી જિલ્લામાં નાગરિક પુરવઠા નિગમના ૧૬ જેટલા કેન્દ્રો  શરૂ કરીને ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે ડાંગર પ્રતિ કિવન્ટલ રૂા.૧૭૫૦, મકાઇ પ્રતિ કિવન્ટલ ૧૭૦૦ ના ટેકાના ભાવો જાહેર કરીને ખરીદી શરૂ કરી હતી. જો કે બે મહિનાથી વધુ સમય થયો હોવા છતા આ ૧૬ કેન્દ્ર પર અત્યાર સુધીમાં ૭૭૪૭ કિવન્ટલ ડાંગરની ખેડુતો પાસેથી સીધી ખરીદી થઇ છે. 

જયારે બીજી તરફ સુરત અને તાપી જિલ્લામાં આવેલી સહકારી મંડળીઓમાં ૮ લાખ કિવન્ટલ ડાંગરથી ગોડાઉનો છલકાઇ ગયા છે. સરકાર ત્વરીત રૂપિયા ચૂકવતી હોવા છતા ખેડુતો કેન્દ્રોમાં પાક આપતા નથી. આ અંગે ખેડૂત સમાજના આગેવાને કહયું કે, સરકાર ભલે ક્વિન્ટલ દીઠ રૂા.૧૭૫૦ ત્વરીત ચૂકવી દે છે પણ બીજી તરફ મંડળીઓ પ્રતિ ક્વિન્ટલ રૂા.૨૦૦૦થી વધુ ખેડૂતોને ચૂકવે છે. ભાવમાં આટલો બધો ફાયદો થતો હોવાથી ખેડૂતો સહકારી મંડળીઓમાં ડાંગર વેચવા આપી રહયા છે. મંડળી પહેલા ખેડૂતોને એડવાન્સ આપે છે અને ત્યારબાદ ડાંગરનું વેચાણ કરીને બાકીની રકમ ચૂકવે છે.

Tags :