Get The App

ભારતની રશિયાથી આયાત એપ્રિલ-ઓગસ્ટમાં બમણી થઈને 25.69 અબજ ડોલર રહી

- રશિયા ભારતનો બીજો સૌથી મોટો આયાત સ્ત્રોત

Updated: Sep 17th, 2023

GS TEAM


Google News
Google News
ભારતની રશિયાથી આયાત એપ્રિલ-ઓગસ્ટમાં બમણી થઈને 25.69 અબજ ડોલર રહી 1 - image


અમદાવાદ : વિશ્વના ત્રીજા સૌથી મોટા ક્રૂડ ઓઈલ આયાતકાર દેશને સસ્તા દરે ઓફર થઈ રહેલ ક્રૂડ ખરીદવા મચેલ ભાગદોડ હવે અટકી રહી છે છતા એપ્રિલ-ઓગસ્ટમાં ક્રૂડ અને ખાતરની આયાતના જોરે ભારતનું રશિયામાંથી ઈમ્પોર્ટ બમણું થયું છે.

 વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર ક્રૂડ ઓઈલ અને ખાતરની વધતી જતી શિપમેન્ટને કારણે આ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટના સમયગાળા દરમિયાન રશિયામાંથી ભારતની આયાત લગભગ બમણી થઈને ૨૫.૬૯ અબજ ડોલર થઈ છે. આ સાથે આ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં રશિયા ભારતનો બીજો સૌથી મોટો આયાત સ્ત્રોત બની ગયો છે. એપ્રિલ-ઓગસ્ટ ૨૦૨૨ દરમિયાન ભારતની રશિયાથી આયાત ૧૩.૭૭ અબજ ડોલર હતી.

રશિયા-યુક્રેન સંઘર્ષની શરૂઆત પહેલા ભારતના ક્રૂડ ઓઈલ સેગમેન્ટના આયાત બાસ્કેટમાં ૧ ટકાથી ઓછા બજાર હિસ્સો ધરાવતા રશિયાનો હિસ્સો વધીને ૪૦ ટકાથી વધુ થયો હતો. ચીન અને યુનાઇટેડ સ્ટેટ્સ પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્ડ આયાતકાર દેશ ભારત ભરપૂર માત્રામાં ડિસ્કાઉન્ટમાં મળી રહેલ રશિયન તેલ ખરીદી રહ્યું છે.

મંત્રાલયના ડેટા દર્શાવે છે કે ચીનમાંથી આયાત ગત વર્ષના સમાન સમયગાળાના ૪૩.૯૬ અબજ ડોલરની સામે આ સમયગાળા દરમિયાન ઘટીને ૪૨ અબજ ડોલર થઈ છે. તેવી જ રીતે એપ્રિલ-ઓગસ્ટ ૨૦૨૨માં યુએસમાંથી ૨૧.૮૬ અબજ ડોલરની સરખામણીએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન આયાત ઘટીને ૧૮ અબજ ડોલર થઈ હતી. યુએઈમાંથી પણ એપ્રિલ-ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન ૧૭ અબજ ડોલરની આયાત થઈ હતી, જે એક વર્ષ અગાઉ ૨૨.૩૨ અબજ ડોલર હતી.

Tags :