FY2023ના ત્રીજા ક્વાર્ટરમાં ખાનગી બેન્કોની કમાણી વધશે
- ખાનગી બેંકો વાષક ધોરણે તેમના ચોખ્ખા નફામાં 25 ટકા સુધીનો વધારો નોંધાવી શકે છે
FY2023ના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન ખાનગી ક્ષેત્રની બેંકો કમાણીમાં મજબૂત વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે. તેમની કમાણીને મજબૂત લોન વૃદ્ધિ, માર્જિન વિસ્તરણ, નીચા ક્રેડિટ ખર્ચ અને ઓછા જોગવાઈ ખર્ચ દ્વારા ટેકો મળશે. જો કે, વ્યવસાયોમાં રોકાણને કારણે ઓપરેટિંગ ખર્ચ ઊંચો રહી શકે છે.
ત્રીજા ક્વાર્ટરમાં બેન્કોની અન્ય કમાણીને વધુ અસર થશે નહીં, કારણ કે નાણાકીય કામગીરી મજબૂત રહેવાની શક્યતા છે.
એનાલિસ્ટોના અંદાજ મુજબ ખાનગી બેંકો તેમના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે ૨૫ ટકા સુધીની વૃદ્ધિ નોંધાવી શકે છે.
ત્રિમાસિક ધોરણે આ બેન્કોના ચોખ્ખા નફામાં ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં લગભગ ૯ ટકાનો વધારો થઈ શકે છે. વધુમાં, અંદાજો સૂચવે છે કે આ ધિરાણકર્તાઓની ચોખ્ખી વ્યાજની આવક વાર્ષિક ધોરણે આશરે ૧૮ ટકા અને ત્રિમાસિક ધોરણે ૫ ટકા વધી શકે છે.
વિશ્લેષકો ત્રીજા ક્વાર્ટરમાં ચોખ્ખી વ્યાજની આવકમાં વાષક ધોરણે ૨૪ ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે. બેન્કિંગ સિસ્ટમમાં ધિરાણ વૃદ્ધિ એક દાયકાની ઊંચી સપાટીએ છે, પરંતુ ડિપોઝિટ વૃદ્ધિ સાધારણ રહી છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, ૧૬ ડિસેમ્બરે પૂરા થયેલા પખવાડિયામાં બેંક ક્રેડિટમાં ૧૭.૪ ટકાનો વધારો થયો છે. સમાન સમયગાળા દરમિયાન થાપણોમાં ૯.૪ ટકાનો વધારો થયો છે.
આગળ જતાં, ધિરાણની માંગ મજબૂત રહેવાની શક્યતા છે કારણ કે ખાનગી ક્ષેત્રના મૂડી ખર્ચમાં ઉપભોક્તા માંગમાં પુનઃપ્રાપ્તિને પગલે, સરકારી ખર્ચમાં તેજી આવી છે.
વિશ્લેષકોએ અનુમાન લગાવ્યું છે કે ભારતીય બેંકોની ક્રેડિટ ગ્રોથ ત્રિમાસિક ધોરણે ૪ ટકા સુધી રહી શકે છે. તેઓ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પદ્ધતિસરની લોનમાં ૧૫ ટકાની વાર્ષિક વૃદ્ધિનો પ્રોજેક્ટ કરે છે.
રસપ્રદ તથ્ય એ છે કે સપ્ટેમ્બરથી બેન્કોએ વ્યાજદરમાં વધારો કર્યો હોવા છતાં ડિપોઝિટ વૃદ્ધિ ઉચ્ચ શ્રેણીમાં રહી છે. ડિપોઝિટ રેટમાં વધારાની અસર બેંક માર્જિન પર મર્યાદિત હોઈ શકે છે, કારણ કે તેઓને વ્યાજ દર વધતા વાતાવરણમાં ફેરફારથી ફાયદો થયો છે.
ઘણી મોટી બેંકોના લોન પોર્ટફોલિયો એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે જોડાયેલા હોય છે.
'છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન થાપણના દરમાં તીવ્ર વધારો થયો છે, જેના કારણે જવાબદારીઓમાં વધારો થયો છે. તેથી Q3માં સકારાત્મક ટર્નઅરાઉન્ડની અપેક્ષા છે, થાપણોની કિંમતમાં વધારો FY24માં માર્જિન માર્ગનું મૂલ્યાંકન કરવા માટેનું મુખ્ય પરિબળ હશે. જો કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં માર્જિન પર થોડું દબાણ હોઈ શકે છે.
જ્યાં સુધી એસેટ ક્વોલિટીનો સવાલ છે ત્યાં સુધી બેન્કો સારી સ્થિતિમાં છે. નોન-પરફોમગ એસેટ્સ (એનપીએ) છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી નીચી છે. આગળ જતાં, એવીે અપેક્ષા છે કે બેંકોની બેડ લોન સમગ્ર સેગમેન્ટમાં રહેશે, જે જોગવાઈનું ભારણ પણ ઘટાડશે.