Get The App

સુઇગામ : હનીટ્રેપમાં ફસાવી 67 વર્ષીય વૃદ્ધના મોત મામલે મૃતકના પુત્રે પોલીસ વડાને લેખિતમાં રજુઆત કરી

Updated: Sep 21st, 2022

GS TEAM


Google News
Google News

સુઇગામ : હનીટ્રેપમાં ફસાવી 67 વર્ષીય વૃદ્ધના મોત મામલે મૃતકના પુત્રે પોલીસ વડાને લેખિતમાં રજુઆત કરી 1 - image

વાવ. તા 21 સપ્ટેમ્બર 2022,બુધવાર

જાણવા મળતી માહિતી અનુસાર સુઇગામ તાલુકાના ડાભી ગામ નાગજી ભાઈ સવજી ભાઈ રાવલ બ્રાહ્મણે જિલ્લા પોલીસ વડાને  લેખિત આર.પી.એડી અરજી કરી બનાવની તમામ વિગતો જણાવ્યા અનુસાર પોતાના 67 વર્ષીય પિતાને સાત લોકોએ સાથે મળી પૂર્વ આયોજીત કાવતરું રચી હની ટ્રેપમાં ફસાવી સોસીયલ મીડિયામાં ફોટા તેમજ ઓડિયો કલીપો વાયરલ કરી રૂપિયા પાંચ લાખ પડાવી સામાજિક બહિષ્કાર કરવાનો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી અને પાટણ જિલ્લાના સાંતલપુર પોલિસ મથક ખાતે સવજી ભાઈ ગણેશ ભાઈ વિરુદ્ધ 354 નો ગુનો નોંધાવતા સાંતલપુર પોલિસ સવજી ભાઈ ગણેશભાઈ રાવલના ઘેર આવી નોટિસ પાઠવી પોલિસ મથક ખાતે હાજર થવાનું જણાવતા સવજી ભાઈને ખોટું લાગી આવતા રાતે તેમના પરિવાર સાથે ભોજન લઈ સુઈ ગયા બાદ મોડી રાતે નુવાકોર્ન નામની ઝેરી દવા પી જતા આ બાબતની જાણ તેમના પુત્રો નાગજી અને જગદીશને થતા તેમને પિતાને હકીકત પૂછતા તેઓને સાત લોકો ત્રાસ આપી મરવા માટે મજબૂર કરેલ હોવાનું જણાવેલ આ સઘળી હકીકત તેમના બને પુત્રોએ જાણીને તાત્કાલિક સવજી ભાઈને ભાભર ખાતેની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલ જ્યાં આગળ તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા તેમના મોટા પુત્ર નાગજીભાઈ સવજીભાઈ રાવલે સુઇગામ પોલિસ મથક ખાતે પોતાના પિતાને હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પાંચ લાખ પડાવ્યા બાદ જાન થી મારી નાખવાની ધમકી બાદ સામાજિક બહિષ્કાર કરવાનું કહેતા તેમના પિતાને મરવા મજબૂર કરનાર સાત લોકો વિરુદ્ધ નામ જોગ સુઇગામ પોલિસ મથકમાં ફરિયાદ આપવા છતાં સુઇગામ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કરતા જિલ્લા પોલિસ વડા સહિત ઉચ્સ્તરે રજૂઆતો કરી સાત આરોપી ઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની માંગ કરી.

ડાભીમાં એક વૃદ્ધને હનીટ્રેપ ફસાવીને વારંવાર પૈસાની માંગણીઓ કરી અને મહિલા સાથેની થયેલ મીઠી મીઠી વાતો સોસીયલ મીડિયામાં વાયરલ કરી સમાજમાં બહિષ્કાર કરાવી મરવા માટે મજબૂર કરનાર એક મહિલા સહિત સાત લોકો સામે ફરિયાદ કરવા જિલ્લા પોલીસ વડાને મૃતકના પુત્રએ લેખિતમાં રજુઆત કરી.

સુઇગામ પીએસઆઈ એમ જે મરાન્ડ શુ કહે છે.

અમે એમના ઘરે ગયેલ છીએ અને તેમની ફરિયાદ માટે બે વખત જાણ કરેલ છે તેમ છતાં આવેલ નહિ અત્યાર પણ તપાસ ચાલુ છે 

વૃદ્ધ મૂર્તક ના પુત્ર શુ કહે છે. 

સુઇગામ પોલીસે નાના છોકરા ના નિવેદન લીધા છે અને અમે ફરિયાદ કરવા માટે બે વખત ગયેલ છીએ તેમ છતાં અમારી ફરિયાદ લીધેલ નહિ તેથી અમે બનાસકાંઠા પોલીસ વડા ને રજુઆત કરી છે આ લોકો વિરુદ્ધમાં જો ગુનો દાખલ કરવામાં નહિ આવે તો હાઇકોર્ટે  જઈને ન્યાય મેળવી જંપીશું.

Tags :