8 ડિસેમ્બર 2017: શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશિ પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ તા. 8 ડિસેમ્બર 2017, શુક્રવાર
મેષ :
બજારોની વધઘટમાં, હવામાનની ફેરફારીમાં આજે આપે ધ્યાન રાખવું પડે. આળસ-બેકાળજી-ઉતાવળે નુકસાન થાય.
વૃષભ :
લોભ-લાલચમાં કે કોઇની વાતોથી પ્રભાવીત થવામાં, કોઇના દોરવાયા દોરવાઇ જવામાં શનિની પનોતીની અસર તમને અનુભવાય.
મિથુન :
ખર્ચ-ચિંતા- દોડધામ - ઉચાટ- ઉદ્વેગના કારણે આપને શાંતિ- રાહત જણાય નહીં. ખાવાપીવામાં, હરવા ફરવામાં સંભાળવું પડે.
કર્ક :
હૃદય-મનની શાંતિ- સ્વસ્થતા- ધીરજ રાખી આજનો દિવસ આપે પસાર કરવો. કોઇના દોરવાયા દોરવાઈ જવું નહીં. ગુસ્સો કરવો નહીં.
સિંહ :
બજારોની વધઘટમાં, હવામાનની ફેરપારીમાં આપે સંભાળવું પડે. આંખ- કાનમાં- ખભામાં દર્દ પીડાના કારણે કામમાં તકલીફ પડે.
કન્યા :
નોકરી-ધંધાનું, ઘર- પરિવારનું કામ કરી શકો. સીઝનલ ધંધો-આવક થાય. જુના-નવા કામ ઉકેલવામાં સાનુકુળતા રહે.
તુલા :
હૃદય-મનની વ્યગ્રતા-ઉચાટ સગા સંબંધીવર્ગના કારણે તેમજ નોકરી-ધંધામાં સ્ટાફના કારણે રહે. કાગળના ધંધામાં સંભાળવું.
વૃશ્ચિક :
વાહન ચલાવવામાં, ચાલવામાં, એકાગ્રતા રાખવી. વાતો કરવામાં એકાગ્રતા ન જળવાતા તકલીફ થાય. નોકરી-ધંધામાં માણસોથી ચિંતા રહે.
ધન :
શરીર-મનની અસ્વસ્થતામાં શરીરનું સમતોલન ઉઠવા-બેસવામાં, હરવા ફરવામાં જળવાય નહીં, ઓચિંતા જ એકદમ દર્દ પીડા અનુભવાય.
મકર :
જાહેર સંસ્થાકીય કામમાં, અન્ય કામમાં વાણીની સંયમતા-મીઠાસ રાખી કામનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરવા.
કુંભ :
દિવસ દરમ્યાન અસ્વસ્થતા રહે પરંતુ સાંજ ઢળતા જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ આપ હળવાશ અનુભવતા જાવ.
મીન :
બજારોની વધઘટમાં, શેરોના- ધાતુના- ટ્રાવેલ્સના કામમાં, નોકરીમાં, સરકારી-કાનૂની કે પોલીસ ખાતાના કામમાં સંભાળવું પડે.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થતા જન્મ વર્ષમાં સાસરી પક્ષ કે મોસાળ પક્ષમાં બિમારી- ચિંતા- વિવાદનું આવરણ આવી જાય. સાંસારિક જીવનમાં તકલીફ અનુભવાય. પ્રે-મિત્રતા- લાગણીના સંબંધમાં ગેરસમજ- મનદુઃખ થાય, તિરાડ પડે.
નોકરી-ધંધો
નોકરી-ધંધામાં વર્ષ આરોહ- અવરોહનું રહે. જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ ચિંતા-પ્રતિકુળતા ઓછી થવાથી હળવાશ-રાહત અનુભવો.
હૃદય-મનની વ્યગ્રતા
અવાર નવાર હૃદય-મનની વ્યગ્રતા અનુભવાય. પરંતુ આરોગ્યની અસ્વસ્થતામાં બેકાળજી રાખવી નહીં. વ્યસનથી દૂર રહેવું.
આર્થિક આયોજન
જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ આર્થિક ખેંચ- ચિંતા- મુંઝવણ ઓછી થાય. નાણાંકીય વ્યવહાર સચવાઈ રહે. આવક સ્થગિત થઈ ગઈ હોય તો આવક આવવાની શરૃઆત થાય. પરંતુ આ વર્ષમાં નવા નાણાંકીય રોકાણ-જોખમો કરવા નહીં.
સ્ત્રીવર્ગ
સ્ત્રી વર્ગને સાંસારિક જીવનમાં, છુટાછેડાના વિવાદ, કાર્યવાહીમાં તકલીફ પડે. સંતાનના પ્રશ્નમાં ચિંતા રહે.
વિદ્યાર્થીવર્ગ
વિદ્યાર્થીવર્ગને વર્ષારંભથી અભ્યાસમાં ધ્યાન રાખવું પડે. મિત્રવર્ગના કારણે ભણવામાં પીછેહઠ થાય. પરીક્ષા સમયે આરોગ્યની કાળજી રાખવી પડે.