ખાંભાનાં ધાવડિયા ગામે ખેતરમાં રૂા.2.91 લાખની મત્તાની ચોરી
અમરેલી જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત
રાજુલાનાં રામપરા-ર ગામ પાસે ખાનગી કંપનીમાંથી તસ્કરો રૂા.68 હજારનો કેબલ વાયર ચોરી જતાં ફરિયાદ
અમરેલી: ખાંભા તાલુકાના ઘાવડિયા ગામે એક ખેડૂતના રહેણાંક મકાનમાંથી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ર.૯૧ લાખના મુદ્દામાલની ચોરીને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ખાંભાના ધાવડીયા ગામે રહેતાં ખોડાભાઈ દેવાયતભાઈ બલદાણિયા (ઉ.વ.૫૦) નામના ખેડૂતના રહેણાંક મકાનમાં અજાણ્યા શખ્સ દ્વારા ઘુસીને કબાટમાં રાખેલ એક સોનાનો ત્રણ તોલાનો હાલ, સાત ગ્રામ સોનાની વિંટી, ત્રણ-ત્રણ ગ્રામની જુનવાણી સોનાની વિંટી, સોનાનો બુટ્ટી તથા રોકડ રૂા.૧.૫ લાખ મળી રૂા.૨,૯૧,૦૦૦ ની ચોરી કરી કોઈ અજાણ્યો ઈસમ નાસી છૂટયો હતો.
ખાંભા પોલીસ મથક ખાતે જાણ કરતા વધુ તપાસ શરૂ કરી હતી. બીજા બનાવમાં રાજુલાના રામપરા-ર ગામ નજીક આવેલ રિલાયન્સ નેવલ એન્જિનિયરીંગ કંપનીની ખુલી જગ્યામાંથી કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કિ.રૂા.૬૮,૦૦૦ ના કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી. આ બનાવ અંગે પીપાવાવ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.