Get The App

પોતાની ભૂમિ પરનાં ત્રાસવાદી મથકોનો નાશ થતાં પાકે. કહ્યું અમે અમારા સમયે અને નક્કી કરેલા સ્થળોએ હુમલા કરીશું

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
પોતાની ભૂમિ પરનાં ત્રાસવાદી મથકોનો નાશ થતાં પાકે. કહ્યું  અમે અમારા સમયે અને નક્કી કરેલા સ્થળોએ હુમલા કરીશું 1 - image


- પાકિસ્તાનને વળતો જવાબ આપવાનો પૂરેપૂરો હક્ક છે : પાક. વડાપ્રધાન શહનવાઝ શરીફની શેખી

નવી દિલ્હી : ભારતે પાકિસ્તાનનાં કબજા નીચેના કાશ્મીર (પીઓકે) અને ખુદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ રહેલા ત્રાસવાદી મથકોનો એર સ્ટ્રાઈક દ્વારા નાશ કર્યો પછી પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ પબ્લિક રીલેશન્સ (આઈએસપીઆર) ના ડીરેકટર જનરલ લેફટે. જન. અહમદ શરીફ ચૌધરીએ કહ્યું : થોડા સમય પૂર્વે જ ભારતે, ભાવલપુરનાં અહમદ- ઇસ્ટ- એરિયા, કોટવી અને મુઝફરાબાદ તેમ ત્રણ સ્થળોએ એર સ્ટ્રાઈક કરી હતી. આ સાથે આપણા વાયુદળના જેટ વિમાનો આકાશ સ્થિત થઈ ગયા છે. તે કાયરતાભર્યો અને શરમજનક હુમલો ભારતની આકાશ સીમા પરથી કરવામાં આવ્યો હતો, તે અંગે હું સ્પષ્ટ રીતે કહું છું કે, આવા હત્યારા હુમલાનો પાકિસ્તાન તેણે નિશ્ચિત કરેલા સમયે અને સ્થળોએ વળતો ફટકો મારશે જ. આવો નૃશંસ હુમલો જવાબ વગરનો નહીં રહે.

પહલગાંવ હત્યાકાંડ પછી ભારતીય ભૂમિ હવે પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીર તેમજ પાકિસ્તાનના ભાવલપુરમાં રહેલા કેટલાએ સ્થળોએ મિસાઈલ હુમલા કર્યા હતા. જયારે ભારતીય યુદ્ધ વિમાનોએ પણ પાકિસ્તાનની આકાશી સીમા ઓળંગી હુમલા કર્યા હતા. તેથી ત્યાં રહેલી ૯ ત્રાસવાદી છાવણીઓ નાશ પામી હતી.

બીજી તરફ નક્કર વાસ્તવિકતા તે છે કે, ભારતના આ હુલાથી પાકિસ્તાનના જનસામાન્યમાં પણ ચિંતા અને ભયનું મોજું ફેલાઈ ગયું છે. પાકિસ્તાને લાહોર, રાવલપિંડી અને ઇસ્લામાબાદ એરપોર્ટ બંધ કર્યા છે.

ભારતની આક્રમક કાર્યવાહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ 'ઓપરેશન-સિંદૂર' તેવું નામ આપ્યું છે. આ કાર્યવાહી નીચે મંગળ-બુધવારની રાત્રીએ ૧.૪૪ વાગે ભારતે ઓપરેશન-સિંદૂર હાથ ધરી આ હુમલા કર્યા હતા. સાથે ભારતના અન્ય સશસ્ત્ર દળો પણ તે આક્રમણમાં જોડાયા હતાં અને ૯ આતંકવાદી છાવણીઓ ખતમ કરી નાખી હતી. તે હુમલા નિશ્ચિત નિશાન સાધી પૂરી ગણતરીપૂર્વક કરવામાં આવ્યા હતા.

આથી ધૂંધવાયેલા પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે તે હુમલાને યુદ્ધ-કૃત્ય સમાન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, પાકિસ્તાન તેનો કટ્ટર  જવાબ આપશે તે માટે તેને પૂરો હક્ક છે. વાસ્તવમાં ભારતે જ યુદ્ધની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

દરમિયાન ભારતે તેણે કરેલા આ હુમલા અંગે અમેરિકા અને રશિયા ઉપરાંત તદ્દન નિકવર્ટી દેશોનો સંપર્ક સાધી સાચી હકીકત અને તેનું કારણ દર્શાવ્યા છે.

Tags :