ઓપરેશન સિંદૂર : સ્કાલ્પ ક્રૂઝ મિસાઇલ્સ અને હેમર-સ્માર્ટ-વેપન્સ નિશાન પર વાપરવામાં આવ્યાં
- આ હુમલામાં અગ્રીમ ભાગ બે મહિલા વિંગ કમાન્ડર્સે ભજવ્યો
- ભારતીય વાયુદળે અને ભૂમિદળે બરોબર નિશાન લઈ POK તથા પાકિસ્તાનની ભૂમિ ઉપર પણ પ્રહારો કર્યા
નવી દિલ્હી : પાકિસ્તાનને પહેલગાંવ ઘટના ભારે પડી ગઈ છે. પાક. જનરલ મુનીરના અવિચારી પગલાનો આટલો કટ્ટર જવાબ મળશે તે તેણે ધાર્યું જ ન હતું. તેણે તો માત્ર 'વિરોધ-યાદી'ની આશા રાખી હશે. પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીર અને ખુદ પાકિસ્તાનની જ ધરતી ઉપર બરોબર નીચા ઉડાણની ટેકનોલોજીનાં વાપરી ધાર્યા નિશાન પર પ્રહારો અચૂક પ્રહારો કર્યા હતા. આ ટેકનોલોજીનો હેતુ પ્રહારક શસ્ત્ર રડારમાં પકડાય નહીં તે હતો. તેમ તે કાર્યવાહીમાં ભાગ લેનાર બે મહિલાઓ પૈકીનાં એક વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે બુધવારે (આજે) પત્રકારોને સંબોધન કર્યું હતું.
તેઓએ કહ્યું મંગળ-બુધવારની રાત્રીએ ૧.૦૫ કલાકથી ૧.૩૦ કલાક વચ્ચેની ૨૫ મિનિટમાં ભારતે એપ્રિલ ૨૨ની ઘટના જેમાં ૨૬ નિર્દોષોના જાન ગયા હતા. તેનો બરોબરનો વળતો જવાબ આપી દીધો હતો.
તે હુમલામાં દરેકે-દરેક ટાર્ગેટ નિશ્ચિત કરાયો સાથે ચોક્કસ બિલ્ડીંગ અને બિલ્ડીંગના જૂથ નિશ્ચિત કરી તેને 'પોઈન્ટ ઓફ કમ્પેક્ટ' બનાવ્યાં.
જોકે તે હુમલામાં બીજા ક્યાં ક્યાં શસ્ત્રાસ્ત્રો વપરાયા હતાં તે વિષે વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું ન હતું. પરંતુ હિન્દુસ્તાન ટાઈમ્સને પછીથી માહિતી મળી હતી કે તે હુમલામાં સ્કાલ્પ-ડીપ-સ્ટ્રાઈક ક્રૂઝ મિસાઇલ્સ વપરાયા હતા જે રાફેલ વિમાનો સાથે જોડાય છે. તે ગ્રાઉન્ટ ટાર્ગેટસને તોડી પાડવા વપરાય છે અને દૂરથી પણ તે વાપરી શકાય છે. જ્યારે હેમર-સ્માર્ટ-વેપન સીસ્ટીમ ગાઇડેડ બોમ્બ કીટ્સ અને એમ-૭૭૭ હોવિત્ઝર ફાયરિંગ એક્સ-કેનિવર મ્યુનિરેશન (મોટી તોપો જે ખાત્મો કરે તેવા ગોળા છોડે છે)નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત લાઇટરિંગ-મ્યુનિટેશન્સ (સક્રિય-યુદ્ધ સાધનો) પણ જરૂર પડે તૈનાત રખાયા હતા.
વિંગ કમાન્ડર વ્યોમિકાએ આગળ જણાવ્યું હતું કે, 'તમામ નિશાનો ખતમ કરી દેવાયા હતા તેમાં અસામાન્ય ચોક્કસાઈ રાખવામાં આવી હતી. તે ભારતીય સેનાની કાર્યક્ષમતા દર્શાવે છે.' તેમાં માત્ર આતંકી અડ્ડાઓ ઉપર જ પ્રહારો કરાયા હતા. પાકિસ્તાનનાં કોઈ લશ્કરી મથકને નિશાન બનાવાયા ન હતાં, પરંતુ આ હુમલાથી પાકિસ્તાનને કેટલું નુકશાન થયું છે તે હજી જાણી શકાયું નથી.
હેમર મિસાઇલ (હાઈલી એજાઈલ મોડયુલર મ્યુનિશન એક્સટેન્ડેટ રેન્જ) ફ્રેન્ચ બનાવટના રાફેલ વિમાનો સાથે લગાડાય છે તે 'ઓલ-વેધર-સ્માર્ટ-વેપન' છે તે પણ ફ્રેન્ચ બનાવટનાં છે તેથી પાયલોટ ૬૦ કી.મી. દૂરથી ધાર્યું નિશાન પાડી શકે છે. તેમાં 'ગાઈડન્સ-કીટ' છે, રેન્જ-એક્સટેન્શન-કીટ છે. તેમાં એમ.કે.-૮૦ સીરીઝના સ્ટાન્ડર્ડ બોમ્બ હોય છે. તે ફ્રેન્ચ ડીફેન્સ ફર્મ સેફ્રાને બનાવ્યા છે. બીજા મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર વિશ્વસનીય જાસૂસી માહિતી પરથી હાથ ધરાયું હતું અને ત્રાસવાદીઓનાં જ સ્થાનો શોધી તેની પર હુમલા કરાયા હતા, કોઈ નાગરિક સ્થળો ઉપર હુમલા કરાયા ન હતા. કોઈ સામાન્ય નાગરિક તેમાં માર્યો ન જાય તે નિશ્ચિત કરાયું હતું.