કર્ણાટકની ચૂંટણી રસપ્રદ બની... ભાજપને ઈતિહાસ રચવાની તો કોંગ્રેસને વધુ બેઠકો જીતવાની તક

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
કર્ણાટકની ચૂંટણી રસપ્રદ બની... ભાજપને ઈતિહાસ રચવાની તો કોંગ્રેસને વધુ બેઠકો જીતવાની તક 1 - image


Karnataka Lok Sabha Election History : દક્ષિણ ભારતમાં ભાજપનું સૌથી મજબૂત ગઢ કર્ણાટક માનવામાં આવે છે. કેન્દ્રમાં ભાજપ નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર હોય કે પછી કોંગ્રેસની સરકાર હોય અથવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી લહેર હોય... કર્ણાટક હંમેશા ભાજપનું ગઢ રહેલું છે. રાજ્યની દર ચૂંટણીઓમાં BJPનું પલડુ ભારે થતું રહ્યું છે. છેલ્લી ચાર લોકસભા ચૂંટણીમાં પણ ત્યાં ભાજપે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જો ભાજપ આ વખતે પણ પ્રદર્શન જાળવી રાખી રાખશે અને તે રાજ્યની તમામ બેઠકો જીતવામાં સફળ થશે તો ઈતિહાસ રચાશે. બીજી તરફ રાજ્યમાં કોંગ્રેસની સત્તા છે અને પાર્ટીએ વિધાનસભામાં જીતેલી બેઠકો પર વધુ ધ્યાન આપી રહી છે, તેથી આ વખતે કર્ણાટકની ચૂંટણી વધુ રસપ્રદ બની ગઈ છે.

કર્ણાટકમાં કોંગ્રેસનો માત્ર એક જ સાંસદ

ભાજપે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સત્તા ગુમાવ્યા બાદ 2019માં એકતરફી સફળતા મેળવી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ સત્તામાંથી બહાર છે, પરંતુ JDS સાથે હાથ મિલાવી ચૂંટણી મેદાનમાં ઉતરી છે. રાજ્યમાં ભલે કોંગ્રેસ (Congress)ની સત્તા હોય, પરંતુ છેલ્લી ચાર લોકસભા ચૂંટણીની વાત કરીએ તો પાર્ટીએ 2004માં આઠ, 2009માં છ, 2014માં નવ અને 2019માં માત્ર એક જ બેઠક મેળવી છે. એટલું જ નહીં દર ચૂંટણીઓમાં કોંગ્રેસની બેઠકોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોંગ્રેસે 2019ની ચૂંટણીમાં જેડીએસ સાથે હાથ મિલાવ્યો હતો, જોકે આ વખતે તે એકલા હાથે મેદાનમાં ઉતરી છે.

કર્ણાટકમાં ભાજપ માટે પડકાર

ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી-2019માં કર્ણાટકમાં 25 બેઠકો પર જીત હાંસલ કરી હતી, પરંતુ આ વખતે ગત વખત જેટલી બેઠકો જીતવી ભાજપ માટે પડકાર છે. એવું કહેવાય છે કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર હોવાથી અને કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge )નું ગૃહરાજ્ય હોવાથી ભાજપની બેઠકો પર અસર પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં કુલ 28 લોકસભા બેઠકો છે, જેમાંથી 14 બેઠકો પર 26 એપ્રિલે બીજા તબક્કામાં જ્યારે બાકીની 14 બેઠકો પર સાતમી મેએ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. અગાઉ કોંગ્રેસે 1971માં રાજ્યની તમામ 27 બેઠકો જીતી હતી. જો ભાજપ દર વખતની જેમ વધુ બેઠકો જીતવાનો સિલસિલો જાળવી રાખશે તો પાર્ટી આ વખતે કોંગ્રેસનો 1971નો રેકોર્ડ તોડી ઈતિહાસ સર્જી શકે છે.

કોંગ્રેસે ચૂંટણી માટે બનાવી રણનીતિ

આ વખતે કોંગ્રેસે રાજ્યની તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે. વિધાનસભા ચૂંટણી-2023માં કોંગ્રેસને 20 લોકસભા બેઠકો પર ફાયદો થયો હતો, ત્યારે પાર્ટી આ જ બેઠકો પર વધુ ધ્યાન આપી રહી છે. ભાજપ અને જેડીએસ ભલે એક સાથે હોય, પરંતુ તેમની વચ્ચે વોટ ટ્રાન્સફર કરવું સરળ મનાતું નથી. કોંગ્રેસના રણનીતિકારોનું માનવું છે કે, બંને પક્ષો એક સાથે ચૂંટણીમાં ઉતર્યા હોવાથી તેમના કાર્યકર્તાઓ નારાજ થયા છે, તેથી આ વખતે ભાજપને મળતા મતોમાં નુકસાન થઈ શકે છે.

કર્ણાટક લોકસભા ચૂંટણીનો ઈતિહાસ

કર્ણાટકની ચૂંટણી રસપ્રદ બની... ભાજપને ઈતિહાસ રચવાની તો કોંગ્રેસને વધુ બેઠકો જીતવાની તક 2 - image


Google NewsGoogle News