For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતીય મૂળની હુમા USમાં ઈઝરાયલ વિરોધી દેખાવોની સૂત્રધાર

Updated: Apr 28th, 2024

ભારતીય મૂળની હુમા USમાં ઈઝરાયલ વિરોધી દેખાવોની સૂત્રધાર

- સોરોસ ફાઉન્ડેશન બેશરમીથી સ્વિકારે છે કે પોતે દેખાવકારોને મદદ કરે છે, તેમનું કહેવું એ છે કે અમેરિકામાં ઇસ્લામોફોબિયા ઊભો કરાઈ રહ્યો છે

- ભારતીય પિતા અને પાકિસ્તાની માતાનું સંતાન હુમા ઉબેદ્દીનના કારણે જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સે ઈઝરાયલવિરોધી દેખાવકારોને ઓછામાં ઓછા ૨ કરોડ ડોલર (લગભગ 170 કરોડ રૂપિયા)ની મદદ કરી છે. રોકફેલર બ્રધર્સે લગભગ 1 કરોડ ડોલર (85 કરોડ રૂપિયા) દેખાવકારોને આપ્યા છે. સોરોસે આ રકમ ટાઈડ્સ ફાઉન્ડેશનને આપી ને તેના મારફતે નાનાં નાનાં જૂથોને રકમ પહોંચાડી હતી. આ સિવાય જ્યુઈસ વોઈસ ફોર પીસ સહિતનાં સંગઠનોને પણ સોરોસ તરફથી લાખો ડોલર સીધા મળ્યા છે. રોકફેલર બ્રધર્સનાં નાણાં સીધાં મુસ્લિમ વિદ્યાર્થીઓને ભણવામાં મદદના બહાને તેમનાં ખાતાંમાં જ જમા કરાવાયાં છે.  

અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ગાઢ સંબંધો છે છતાં અમેરિકામાં ઈઝરાયલ વિરોધી અને પેલેસ્ટાઈનતરફી દેખાવો ઉગ્ર બનતાં આખી દુનિયામાં આશ્ચર્ય છે.  ૧૭ એપ્રિલે કોલંબિયા યુનિવર્સિટીમાં ઈઝરાયલ વિરોધી દેખાવોની શરૂઆત થઈ પછી અમેરિકાની ૧૭ મોટી યુનિવર્સિટીમાં વિરોધની આગ ફેલાઈ ચૂકી છે. આ લોકોની માગ છે કે, અમેરિકા ઈઝરાયલ સાથેના તમામ આર્થિક સંબંધો તોડી નાંખીને હમાસ સામેનું યુધ્ધ બંધ કરવાની ફરજ પાડે. આ માગ સાથે હજારો વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીઓનાં કેમ્પસ પર કબજો કરીને તંબૂ તાણીને ધામા નાંખી દીધા છે. દિવસે બહાર નિકળીને આ બધા રસ્તા પર દેખાવો કરે છે અન રાત્રે યુનિવર્સિટીના કેમ્પસના તંબૂઓમાં પાર્ટીઓ કરે છે.  

અમેરિકામાં અચાનક જ શરૂ થયેલા આ દેખાવોની સૂત્રધાર ભારતીય પિતા અને પાકિસ્તાની માતાનું સંતાન હુમા ઉબેદ્દીન છે. જ્યોર્જ સોરોસ તથા રોકફેલ બ્રધર્સે હુમાને આર્થિક મદદ કરીને અમેરિકામાં તોફાનો કરાવવાનો આખો કારસો રચ્યો છે. જ્યોર્જ સોરોસના ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સે ઈઝરાયલવિરોધી દેખાવકારોને ઓછામાં ઓછા ૨ કરોડ ડોલર (લગભગ ૧૭૦ કરોડ રૂપિયા)ની મદદ કરી છે. રોકફેલર બ્રધર્સે લગભગ ૧ કરોડ ડોલર (૮૫ કરોડ રૂપિયા) દેખાવકારોને આપ્યા છે.

સોરોસે આ રકમ ટાઈડ્સ ફાઉન્ડેશનને આપી ને તેના મારફતે નાનાં નાનાં જૂથોને રકમ પહોંચાડી હતી. આ સિવાય જ્યુઈસ વોઈસ ફોર પીસ સહિતનાં સંગઠનોને પણ સોરોસ તરફથી લાખો ડોલર સીધા મળ્યા છે. રોકફેલર ્રબ્રધર્સનાં નાણાં સીધાં મુસ્લિમ વિદ્યાર્થીઓને ભણવામાં મદદના બહાને તેમનાં ખાતાંમાં જ જમા કરાવાયાં છે.  

ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સે સ્ટુડન્ટ્સ ફોર જસ્ટિસ ઈન પેલેસ્ટાઈન (એસજેપી)નામે સંગઠન બનાવ્યું છે. તેના સભ્યોએ હાર્વર્ડ. યેલ, બાર્કલી, ઓહાયો સ્ટેટ, એમોરી વગેરે યુનિવર્સિટીઓમાં કેમ્પસમાં જ તંબૂ ઉભા કરી દીધા છે. આ બધા તંબૂ એકસરખા છે તેના પરથી સ્પષ્ટ છે કે, દેખાવકારો માટેના તંબૂ એક જ ઠેકાણેથી આવ્યા છે. 

સોરોસ હુમા ઉબેદ્દીન પર આટલું વરસી ગયા તેનું કારણ તેમનો દીકરો એલેક્ઝાન્ડર સોરોસ છે. 

એલેક્ઝાન્ડર સાથે હુમા લિવ-ઈનમાં રહે છે. જ્યોર્જ સોરોસ ૯૩ વર્ષના છે તેથી ગમે ત્યારે ટપકી જશે એટલે પોતાનો કારોબાર સંતાનોને સોંપી રહ્યા છે તેમાં એલેક્ઝાન્ડરના ભાગે ઓપન સોસાયટી ફાઉન્ડેશન આવ્યું છે તેથી તેનો ઉપયોગ ઈઝરાયલ વિરોધી દેખાવો માટે થઈ રહ્યો છે. રોકફેલર ફાઉન્ડેશનનો કર્તાહર્તા ડેવિડ રોકફેલર જુનિયર સોરોસને ગોડફાધર માને છે તેથી હુમાએ તેનો ઉપયોગ પણ કરી લીધો. સોરોસનો બિઝનેસનો પથારો બહુ મોટો હોવાથી તેની સાથે આર્થિક હિતો સંકળાયેલાં છે એવાં ઘણા ધનિકોએ પણ ઈઝરાયલ વિરોધી દેખાવો માટે નાણાં આપ્યાં છે. 

હુમા ઉબેદ્દીનનાં માતા-પિતા મુસ્લિમ ્રબ્રધરહૂડ સહિતનાં કટ્ટરવાદી સંગઠનો સાથે સંકળાયેલાં હતાં તેથી આ સંગઠનો હુમાને મદદ કરી રહ્યાં છે. તેના કારણે અમેરિકાની સામાન્ય પ્રજા આ દેખાવોમા નથી દેખાતી પણ અમેરિકાની યુનિવર્સિટીઓમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ દેખાવો કરી રહ્યા છે. ભારત સહિતના દેશોના કહેવાતા સેક્યુલર અને ડાબેરી વિચારસરણી ધરાવતા વિદ્યાર્થીઓ પણ સક્રિય છે. 

આ સિવાય દરરોજ લાખો ડોલર ખર્ચીને ભાડાના દેખાવકારોને પણ લવાઈ રહ્યા છે. કેમ્પસમાં જે લોકો ધામા નાંખીને પડયા છે તેમને પણ મહિનાના બે-ત્રણ હજાર ડોલર ચૂકવાઈ રહ્યા છે. યુએસ કેમ્પેઈન ફોર પેલેસ્ટાઈન રાઈટ્સ નામના સંગઠનના સભ્યોને સત્તાવાર રીતે 'કોમ્યુનિટી ફેલો' એટલે કે સામાજિક કાર્યકરો તરીકે રકમ ચૂકવાઈ રહી છે.  ટીવી ચેનલોના ઈન્ટરવ્યૂમાં સવાલ પૂછાયા ત્યારે તેમને પોતે શાના માટે વિરોધ કરવા આવ્યા તેની ખબર જ નહોતી. તેના પરથી જ આ દેખાવો સુવ્યવસ્થિત કાવતરાના ભાગરૂપે થઈ રહ્યા છે એ સ્પષ્ટ છે. આ બફાટ પછી સોરોસના માણસોએ પેલેસ્ટાઈનની સમસ્યા શું છે તેની જાણકારી આપવા માટે નિદા લફી સહિતનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને કામે લગાડયાં છે. તેમને પણ તગડી રકમ ચૂકવાઈ રહી છે. 

આ સિવાય અમેરિકામાં અરાજકતા ફેલાવવા માટે કુખ્યાત બીજા ઘણા નમૂનાઓને પણ કામે લગાડી દેવાયા છે. મલાક અફાનેહ, ક્રેગ બ્રિકહેડ મોર્ટન સહિતના ચળવળિયા ઉગ્ર ભાષણબાજી કરીને વિદ્યાર્થીઓને ઉશ્કેરી રહ્યા છે. બધાંને સ્પષ્ટ સૂચના છે કે, સત્તાવાર કાર્યક્રમોમાં કે યુનિવર્સિટીના હોદ્દેદારોનાં ઘરોમાં પણ ઘૂસીને જબરદસ્ત હંગામો કરીને બને એટલી વધારે પબ્લિસિટી મેળવો. 

રસપ્રદ વાત એ છે કે, સોરોસના ફાઉન્ડેશને બેશરમીથી પોતે દેખાવકારોને મદદ કરે છે તેનો સ્વીકાર કર્યો છે. તેમનું કહેવું છે કે, અમેરિકામાં ઈસ્લામફોબિયા ઉભો કરાઈ રહ્યો છે અને બીજી તરફ પેલેસ્ટાઈનમાં ઈઝરાયલ નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યું છે. તેની સામે શાંતપૂર્ણ રીતે દેખાવો કરવા અમારો અધિકાર છે.   

આશ્ચર્યજનક રીતે જો બિડેન દેખાવકારો સામે શાંતિથી વર્તી રહ્યા છે. અમેરિકન કોંગ્રેસના સ્પીકર માઈકલ જોનસને તો બિડનને કહ્યું છે કે, આતંકવાદી સંગઠન હમાસ પ્રેરિત દેખાવોમાં સામેલ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓમાંથી ડિસમિસ કરીને પોતપોતાના દેશમાં ડિપોર્ટ કરી દો.  યુનિવર્સિટીઓની પણ શાંતિ જાળવવાની ફરજ છે પણ તેમાં નિષ્ફળ જઈ રહી છે તેથી સરકારની મદદ આપવાની બંધ કરી દો. અમેરિકામાં બહુમતી વર્ગ પણ ઈઝરાયેલર્ના સમર્થનમાં છે. અમેરિકા દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરાયેલા હમાસે કરેલા હુમલાના જવાબમાં ઈઝરાયલે કાર્યવાહી કરી છે ત્યારે તેનો વિરોધ કરનારા આતંકવાદને ટેકો આપી રહ્યા છે એવો અમેરિકનોનો મત છે. 

અમેરિકામાં યહૂદી લોબી પણ મજબૂત છે. ઈઝરાયલ વિરોધી દેખાવોથી એ પણ નારાજ છે અને બિડેનને દેખાવકારો પર તૂટી પડવા કહી રહી છે પણ બિડેન ઠંડે કલેજે બેઠા છે તેથી આ દેખાવો રાજરમતનો ભાગ હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ રહી છે. અમેરિકામાં નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી છે. તેમાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો ઘોડો વિનમાં લાગી રહ્યો છે. હુમા ઉબેદ્દીન હિલેરી ક્લિન્ટનની બીજી દીકરી મનાય છે. હિલેરી બિડેનની પાર્ટીનાં જ છે તેથી બિડેનને હીરો બનાવવા આ ખેલ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. 

પેલેસ્ટાઈનતરફી દેખાવો  બે-ત્રણ મહિનામાં ઉગ્ર બને પછી બિડેન તેમના પર તૂટી પડીને અમેરિકનોની સહાનુભૂતિ જીતી લે એવો ખેલ થઈ રહ્યો હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે. રાજકારણમાં ગમે તે બની શકે એ જોતાં આ વાત સાચી પણ હોઈ શકે. 

સોરોસની છાપ ભારતવિરોધી તરીકેની, મોદી પર પ્રહારો કરેલા

જ્યોર્જ સોરોસ અદાણી-હિંડનબર્ગ વિવાદ વખતે ચર્ચામાં આવ્યા હતા. સોરોસે અદાણીના બહાને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરેલા તેથી હિંદુવાદીઓ સોરોસને ભારત વિરોધી ગણાવે છે. સોરોસ ભારતમાં રાજકીય અસ્થિરતા ઉભી કરવા મથે છે એવા મેસજીસનો સોશિયલ મીડિયા પર મારો ચાલે છે. રસપ્રદ વાત એ છે કે, ૯૩ વર્ષના સોરોસ પોતે મૂળ યહૂદી છે છતાં ઈઝરાયલ વિરોધી ચળવળને ફાયનાન્સ કરી રહ્યા છે. 

સોરોસ મૂળ હંગેરીના છે પણ હિટલરે હંગેરી કબજે કર્યું ત્યારે પરિવાર સાથે ભાગીને ઈંગ્લેન્ડ જતા રહેલા.

 લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણેલા સોરોસ હેજ ફંડ દ્વારા અબજો ડોલર કમાયા છે અને અબજોનું દાન પણ કર્યું છે. 

સોરોસે પોતાના ઓપન સોસાયટી ફાઉન્ડેશન્સને ૩૨ અબજ ડોલરનું દાન આપ્યું છે તેથી સોરોસના ઈરાદા હંમેશાં શંકાસ્પદ ગણાય છે. સોરોસ રાજકીય ચળવળોને મદદ કરીને બીજા દેશોની સરકારોને અસ્થિર કરીને માનસિક વિકૃત્તિ સંતોષે છે એવા આક્ષેપ પણ થયા છે. બિઝનેસ વર્લ્ડમાં સોરોસ 'ધ મેન હૂ બ્રોક ધ બેંક ઓફ ઈગ્લેન્ડ' તરીકે જાણીતા છે કેમ કે સોરોસે ૧૯૯૨માં ૧૦ અબજ ડોલરના પાઉન્ડ સ્ટર્લિંગનું શોર્ટ સેલિંગ કર્યું તેમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ નાદાર થઈ ગયેલી.

સોરોસના 10 વર્ષ નાના પુત્ર સાથે હુમાને સંબંધ

હુમા ઉબેદ્દીનના પિતા ડો. સૈયદ ઝૈનુલ આબેદીન ભારતીય હતા જ્યારે માતા સાલેહા પાકિસ્તાની છે. બિલ ક્લિન્ટન પ્રમુખ હતા ત્યારે અમેરિકન સરકારમાં કામ કરી ચૂકેલી હુમા હિલેરી ક્લિન્ટન ૨૦૧૬માં પ્રમુખપદની ચૂંટણી લડયાં ત્યારે તેમના કેમ્પેઈનની સૂત્રધાર હતી. 

હુમા ઉબેદ્દીન અમેરિકાના ભૂતપૂર્વ સાંસદ એન્થની વેઈનરની પત્ની છે. વેઈનરને સગીર વયની છોકરીને અશ્લીલ મેસેજ અને પોર્ન વીડિયો મોકલવા બદલ ૨૧ મહિનાની જેલની સજા થયેલી. વેઈનર  ૨૦૧૭માં દોષિત ઠર્યા પછી હુમાએ વેઈનરને છોડી દીધેલો અને હોલીવુડ એક્ટર બ્રેડલી કૂપર સાથે સંબંધો બાંધ્યા હતા. 

કૂપર સાથેનાં સંબધોના પણ બે વરસમાં અંત આવ્યો પછી હુમાના જ્યોર્જ સોરોસના પુત્ર એલેકાઝાન્ડર સાથે સંબંધો છે. હુમાના વેઈનર સાથે ડિવોર્સ થયા નથી પણ હુમા અને એલેક્ઝાન્ડર પતિ-પત્નીની જેમ સાથે જ રહે છે. હુમા ૪૮ વર્ષની છે જ્યારે એલેક્ઝાન્ડર ૩૮ વર્ષનો છે તેથી હુમા ૧૦ વર્ષ મોટી છે.

Gujarat