For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શિરુર પાસે એસટીએ કારને ટક્કર મારતાં ચાર ભક્તોનાં મોત

Updated: May 6th, 2024

શિરુર પાસે એસટીએ કારને ટક્કર મારતાં ચાર ભક્તોનાં મોત

- એસટીએ ધડાકાભેર ટક્કર મારતાં કારના ફૂરચેફૂરચા બોલી ગયા

- આળંદી દેવદર્શન માટે ગયેલા ભક્તો પાછા વળી રહ્યા હતા ત્યારે અકસ્માતઃ ત્રણ ગંભીર ઇજા પામ્યા

મુંબઇ : એકાદશીના અવસર નિમિત્તે   દેશદર્શન માટે શ્રીગોંદાથી આળંદી ગયેલા  ભક્તોની કાર વળતી વખતે એસ.ટી. સાથે ભટકાતા ચાર ભાવિકોના મોત નીપજ્યા હતા જ્યારે આ ઘટનામાં ત્રણ ભાવિકો ગંભીર ઇજા પામ્યા હતા. અકસ્માતની આ ઘટના શનિવારે શ્રી ગોંદાથી શિરુર તરફ જતા રસ્તા પર ઢવળગાવ પાસે બની હતી. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ અને ગામવાસીઓ મદદ માટે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તોને શિરુરની સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર અહેમદનગરના શ્રી ગોંદા તાલુકાના પારગાવના કુલ આઠ ભાવિકો એક કારમાં એકાદશીનો અવસર સાધી દેવદર્શને આળંદી આવ્યા હતા. દર્શન પતાવી આ લોકો  શ્રી ગોંદા જવા પાછા નિકળ્યા હતા. દરમિયાન એક ભાવિકને પુણે જવાનું હોવાથી તેઓ પુણે જવા રવાના થયા હતા. કારમાં કુલ  સાત ભાવિકો ઘરે પાછા જવા  નિકળ્યા અને તેમની કાર શ્રી ગોંદા-શિરુર રસ્તા પર હતી ત્યારે ઢવળગાવ પાસે તેમની કાર શિરુરથી બેલવંડી તરફ જતી એસટી સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર પારગાવ સેવા સંસ્થાના ઉપાધ્યક્ષ વિશ્વનાથ લક્ષ્મણ નનાવરે (૫૫) સંસ્થાના સભ્ય હરી તુકારામ લડકત (૬૦) ગ્રામ પંચાયતના સદસ્ય ભાઉસાહેબ મડકે (૫૫) અને દત્તાત્રય ખેતમાળીસ (૬૦)નું મોત થયું હતું જ્યારે આ અકસ્માતમાં તેમની સાથે કારમાં સવાર વિઠ્ઠલ ઢોલે (૩૬) રંગનાથ ખેતમાળીસ (૭૦) અને રોહિદાસ સાંગળે (૭૨)ને ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક શિરુરની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Gujarat