For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

નડિયાદ ડિવિઝનની 309 એસટી બસો ચૂંટણી પ્રક્રિયામાં ફાળવાઈ

Updated: May 6th, 2024

નડિયાદ ડિવિઝનની 309 એસટી બસો ચૂંટણી પ્રક્રિયામાં ફાળવાઈ

- ખેડામાં 160 અને આણંદમાં 149 બસો દોડાવાશે

- એસટી બસો ડિસ્પેચ સેન્ટરથી ઇવીએમ મશીન લઈ દરેક મતદાન મથકે પહોંચાડશે

નડિયાદ : ગુજરાત રાજ્યમાં તા.૭મી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ખેડા અને આણંદ બેઠક પર વિજય મેળવવા ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ખેડા તેમજ આણંદ લોકસભાની ચૂંટણી માટે દરેક મતદાન મથકે ઇવીએમ પહોચાડવા નડિયાદ ડિવિઝન દ્વારા ૩૦૯ એસટી બસો ફાળવવામાં આવી છે. જેના લીધે કેટલાક રૂટો રદ થવાના લીધે મુસાફરોને હાલાકી ભોગવવી પડશે.

ખેડા તેમજ આણંદ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે તા.૭ મે ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીને લઇ વહીવટી તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન કરાવવા જનજાગૃતિ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ચૂંટણીમાં ઇવીએમ દ્વારા મતદાન કરવામાં આવશે. ત્યારે જિલ્લા મથકે થી એસ.ટી.બસો દરેક મતદાન મથકે ઇવીએમ મશીન લાવવા લઈ જવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં એસ.ટી. ડિવિઝન દ્વારા ખેડા લોકસભાની બેઠક માટે ૧૬૦ એસટી બસો જ્યારે આણંદ લોકસભા બેઠક માટે ૧૪૯ એસટી બસો ફાળવવામાં આવી છે. આવતીકાલે તા.૬ મે ના રોજ એસટી બસો ચૂંટણી તંત્રને સોંપવામાં આવશે. આ એસટી બસો ડિસ્પેચ સેન્ટરથી ઇવીએમ મશીન લઈ દરેક મતદાન મથકે પહોંચતા કરશે. જ્યારે તા.૭ મે ના રોજ સાંજે મતદાન પૂર્ણ થયા બાદ દરેક મતદાન મથકેથી એસ.ટી.બસો ઇવીએમ મશીન લઈ સ્ટ્રોંગ રૂમમાં પહોંચતા કરશે. 

ત્યાર બાદ આ બસો પરત કરવામાં આવશે.

Gujarat