For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ખેડા જિલ્લામાં 10,999 કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ પર હાજર રહેશે

Updated: May 6th, 2024

ખેડા જિલ્લામાં 10,999 કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ પર હાજર રહેશે

- 10.24 લાખ પુરુષો અને 9.82 લાખ મહિલાઓ મત આપશે

- ખેડા લોકસભાની 7 વિધાનસભામાં 2,038 મતદાન મથકો માટે 814 કર્મચારીઓ રિઝર્વ રખાયા

નડિયાદ : ખેડા લોકસભાની યોજાનારી તા. ૭મીની ચૂંટણીમાં ૧૦,૯૯૯ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. આ ચૂંટણીમાં કુલ ૨૦.૦૭ લાખ મતદારો પૈકી ૧૦.૨૪ લાખ પુરુષ મતદારો અને ૯.૮૨ લાખ મહિલા મતદારો નોંધાયેલા છે. જે આવતીકાલે પોતાનો પવિત્ર મત આપશે.

ત્રીજા તબક્કામાં ખેડા લોકસભાની ચૂંટણી મંગળવારે યોજાનાર છે. આ ચૂંટણીમાં ૨૦.૦૭ લાખ મતદારો ખેડા લોકસભાની ૭ વિધાનસભામાં નોંધાયેલા છે. ત્યારે હવે આ મતદાનની પ્રક્રિયામાં ફરજ બજાવવા માટે કુલ ૧૦,૯૯૯ કર્મચારીઓ તૈનાત રહેશે. જેમાં દસક્રોઈમાં કુલ ૨૦૬૮, ધોળકામાં ૧૩૭૨, માતરમાં ૧૫૨૮, નડિયાદમાં ૧૩૪૫, મહેમદાવાદમાં ૧૪૯૦, મહુધામાં ૧૪૩૬ અને કપડવંજમાં ૧૭૬૦ કર્મચારીઓ ફરજ બજાવશે. 

મતદાન મથકોની વાત કરીએ તો દસક્રોઈમાં ૩૮૩, ધોળકામાં ૨૫૪, માતરમાં ૨૮૩, નડિયાદમાં ૨૪૯, મહેમદાવાદમાં ૨૭૬, મહુધામાં ૨૬૬ અને કપડવંજમાં ૩૨૬ મતદાન મથકો પર મતદાન થશે. કુલ ૧૦,૯૯૯ કર્મચારીઓ પૈકી ૮૧૪ કર્મચારીઓ રીઝર્વ રહેશે જ્યારે મતદાન સ્ટાફમાં ૮,૧૮૪ કર્મચારી અને પટ્ટાવાળા તરીકે ૨,૦૩૭ કર્મચારી તૈનાત હશે. કુલ ૨૦.૦૭ લાખ પૈકી ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ મતદારોની વાત કરીએ તો ૧૬,૫૧૬ અને ૨૦,૫૨૩ દિવ્યાંગ મતદારો ફરજ બજાવશે.

Gujarat