For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વ્હીસલ બ્લોઅર માટે જોખમ .

Updated: May 5th, 2024

વ્હીસલ બ્લોઅર માટે જોખમ                            .

વ્હીસલબ્લોઅરની લાઇફ બહુ જોખમી હોય છે. જે કંપનીની ફરિયાદ તે કરે છે તેમના માટે તે રસ્તાના કંાટા સમાન હોય છે. બોઇંગની મેન્યુફેક્ચરીંગ ડિફેક્ટ તરફ ધ્યાન નથી અપાયું એમ કહીને વ્હીસલ બ્લોઅરની ભૂમિકા ભજવનારામાંનો એક જોશુઆ ડીનનું અચાનક મોત થયું છે તેના ફેફસામાં ઇન્ફેકશન થયાના એકજ  દિવસમાં તે મોતને ભેટયો હતો. ૭૩૭ મેક્સ એરક્રાફ્ટના કેબીન પ્રેશર સામે તેણે વાંધો ઉઠાવ્યો હતો. બોઇંગ સામે વ્હીસલ બ્લોઅર બનેલા આ બીજા વ્યકિતનું મોત થયું છે.

Article Content Image

ડીએનએ ટેસ્ટ કરાવ્યો ને આખો પરિવાર મળ્યો

સાયન્સ સામાન્ય સંજોગોમાં આશિર્વાદરૂપ છે પણ ક્યારેક કલ્પના ના કર્યો હોય એવો સુખદ આંચકો પણ આપી જાય છે. અમેરિકામાં ૬૫ વર્ષની વ્યક્તિએ લગ્ન કર્યાં નહોતાં અને એકલો જ રહેતો હતો. એક દિવસ તેને એક ૫૦ વર્ષની મહિલાનો ફોન આવ્યો. તેણે પોતે તેની દીકરી હોવાનો દાવો કર્યો. આ સાંભળીને વૃધ્ધને આશ્ચર્ય થયું. તેણે પોતાની એક ફ્રેન્ડને વાત કરી તેણે તેને ડીએનએ ટેસ્ટ કરાવવાની સલાહ આપી. 

ડીએનએ ટેસ્ટ કરાવ્યો તો મહિલા સાથે મેચ થઈ ગયો. આ જોઈને વૃધ્ધને પણ આશ્ચર્ય થયું. તેણે તપાસ કરી તો ખબર પડી કે, આ મહિલા વૃધ્ધ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે એક પાંચ વર્ષ મોટી યુવતી સાથે સંબંધ બંધાયા હતા. આ યુવતી પ્રેગનન્ટ થઈ ગઈ પણ તેણે જાણ નહોતી કરી તેથી દીકરી જન્મી હોવાની ખબર ના પડી. આ દીકરીને પૌત્ર-પૌત્રીઓનો પરિવાર છે તેથી વૃધ્ધને તૈયાર પરિવાર મળી ગયો છે.

Article Content Image

જાપાનનું અર્થતંત્ર નબળું પડી રહ્યું છે

જાપાનનો યેન નબળો પડતા જાપાનનું અર્થતંત્ર ડામાડોળ થવાના સંકેત મળી રહ્યા છે. ૩૪ વર્ષમાં પહેલીવાર યેન નબળો પડયો છે.બેંક ઓફ જાપાને વ્યાજદર નીચા રાખ્યા છે. જાપાનના લોકો માટે નબળો યાન હોવાના કારણે ડોલરના ભાવ વાળી ચીજો ખરીદવી મોંઘી બની રહી છે. મીત્સુબીસીના સીઇઓ કહે છે કે યેનની સ્થિતિ આર્થિક પાવર દર્શાવે છે. યેન નબળો છે માટે જાપાનનો આર્થિક પાવર પણ નબળો છે.

AI ક્ષેત્રે વુમન પાવર જરૂરી

આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ક્ષેત્રે મહિલાઓની સંખ્યા વધુ હોવી જરૂરી છે. મહિલાઓ ભેદભાવ વિના કામ કરી શકે છે તેમજ તે ટેકનોલોજીને પોતાની રીતે સમજીને સમાજ ઉપયોગી બનાવી શકે છે. AI જેવી ટ્રાન્સફોર્મેટીવ ટેકનોલોજી માટે જેમાં એડવાન્સ એનાલીટીક્સનો ઉપયોગ જરૂરી હોયછે ત્યાં મહિલાઓની સેન્સનો વધુ   સારો ઉપયોગ ઇનોવેશનમાં કરી શકે છે.  AI ના સંશોધનમાં વિવિધતાની જરૂર પડશે જે મહિલાઓ આપી શકે છે.

Article Content Image

મહિલા, સોનું અને શેર્સ

મહિલાઓએ સોનાના વળગણમાંથી છૂટીને શેરબજાર તરફ વળવું જોઇએ એમ શેરબજાર સાથે સંકળાયેલી મહિલા પ્રોફેશનલ્સ જણાવે છે. મહિલાઓ પોતાના ધરના સોનાને સાચવીને લોકરમાં મુકી રાખે છે અને તેને સંકટ સમયની સાંકળ તરીકે સાચવે છે. હકીકત એ છે કે સોના કરતાં વધુ વળતર શેરબજાર આપે છે અને શેેર્સ પણ સંકટ સમયે કામમાં આવી શકે છે. બંને સોનું અને શેર્સ વેચવાથી પૈસા મળી શકે છે. સોનાની જેમ શેર બજારની કેટલીક સ્ક્રીપ્ટ સારૂં વળતર આપે છે. મહિલાઓ પુરૂષો જેવું જોખમ નથી ઉઠાવતી પરંતુ તેમને વધુ વળતર મેળવવામાં રસ હોય છે તે પણ હકીકત છે. દેશના ૩૦ શહેરોની ૧૭ મિલીયન મહિલાઓ શેરબજારમાં પૈસા રોકે છે.

Article Content Image

લિથીયમ બેટરીનો વિકલ્પ શોધાયો

વિશ્વભરમાં લિથીયમ બેટરીની બોલબાલા છે. સ્માર્ટફોન, ઇલેકટ્રીક કાર, લેપટોપ વગેરેમાં લિથીયમ બેટરી નો ઉપયોગ થાય છે. લિથીયમ બેટરીની ડિમાન્ટ મોટા પાયે છે પરંતુ હવે તેનો વિકલ્પ શોેધાયો છે. આ વિક્લ્પ એટલે સોડીયમ આયન બેટરીઝ. મિશીગનની એક  કંપનીએ ેવિશ્વને લિથીયમની પકડમાંથી મુક્ત કરાવ્યું છે. નેટ્રોન એનર્જી નામની કંપનીએ સોડીયમ આયર્ન બેટરી બનાવીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છેે. તેનો પ્લાંટ અમેરિકામાં મિશીગન નજીક શરૂ કરાયો છે. ચીન અનેે સ્વિડનની કંપની પણ સોડિયમ બેટરી પર કામ કરી રહ્યા છે.


Gujarat