For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતમાં ઇન્શ્યોરન્સ સેક્ટરના વધી રહેલો વ્યાપ અને તેના ઉપર GSTની અસર

Updated: May 6th, 2024

ભારતમાં ઇન્શ્યોરન્સ સેક્ટરના વધી રહેલો  વ્યાપ અને તેના ઉપર GSTની અસર

- GSTનું A to Z - હર્ષ કિશોર

- જો કોઈ વ્યક્તિ એન્યુટી પ્લાન માટે એક જ પ્રીમિયમ ભરે તો ટેકનિકલી સિંગલ પ્રીમિયમના ૧૦% ઉપર ૧૮ ટકાના દરે જીએસટી લાગે. સરળ રીતે કહીએ તો ૧.૮% જીએસટી લાગશે જેમ કે કોઈ વ્યક્તિ ઉચ્ચક દસ લાખ રૂપિયા ભરે તો તેના પર ૧.૮% ના દરે ૧૮ હજાર રૂપિયા જીએસટી લાગશે. 

સેક્ટર અને પ્રકાર : ભારતમાં પણ હવે અન્ય દેશોની જેમ ઇન્શ્યોરન્સનું સેક્ટર સારો વિકાસ પામી રહ્યંવ છે અને FDIના નિયમોમાં ફેરફાર (મહત્તમ ૪૯%) કરવાથી વિદેશી કંપનીઓ પણ આ ક્ષેત્રે કાર્યરત થયેલ છે. ઇન્શ્યોરન્સના પ્રકાર જોઈએ તો જીવન વીમા ઉપરાંત ટ્રાવેલ ઇન્શ્યોરન્સ, હેલ્થ ઇન્શ્યોરન્સ, ફાયર ઇન્શ્યોરન્સ, મરીન ઇન્શ્યોરન્સ, વ્હીકલ ઇન્શ્યોરન્સ, એન્જિનિયરિંગ ઇન્શ્યોરન્સ, એવીએશન ઇન્શ્યોરન્સ, પર્સનલ એકસીડન્ટ ઇન્શ્યોરન્સ, માલમિલકતનું ઇન્શ્યોરન્સ, મકાન અને દુકાનનું ઇન્શ્યોરન્સ, માલ સામાનનો ઇન્શ્યોરન્સ, પ્રોફેશનલ ઇન્શ્યોરન્સ, સેલિબ્રિટી દ્વારા અંગત ઇન્શ્યોરન્સ કે કોઈ સ્પોર્ટ્સ કે અન્ય ઇવેન્ટ માટે ઉતારવામાં આવતો ઇન્શ્યોરન્સ, વગેરે. તાજેતરમાં ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ (IRDAI) પહેલી એપ્રિલ ૨૦૨૪થી સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદવાની વય મર્યાદા હટાવી લીધી છે. હવે ૬૫ વર્ષની ઉપરના લોકો પણ હેલ્થ ઇન્શ્યોરન્સ લઈ શકશે. કેન્સર અને એઈડ્ઝના દર્દી પણ પોલિસી લઈ શકશે. આ ઓથોરીટી દ્વારા અન્ય પણ કેટલાક સૂચનો અને આદેશો બહાર પાડવામાં આવેલ છે.જેથી હવે ઇન્શ્યોરન્સ સેક્ટરનો થોડોક વ્યાપ અને ભરોસો વધશે અને લોકોની હાડમારી ઘટશે.જો કે હજી ઘણા લોકો આવકવેરામાં બાદ મળતા વીમાની રકમને કારણે વીમો ઉતરાવે છે. 

વીમાની વ્યાખ્યા : જીએસટી કાયદામાં પોલીસી હોલ્ડરની કોઈ વ્યાખ્યા આપેલ નથી પરંતુ 'ધ ઇન્શ્યોરન્સ એક્ટ ૧૯૩૮'ની  કલમ ૨ (૨) માં જણાવ્યા મુજબ,

“Policy-holder” includes a person to whom the whole of the interest of the policy-holder in the policy is assigned once and for all, but does not include an assignee thereof whose interest in the policy is defeasible or is for the time being subject to any condition.

માફી ઃ જાહેરનામા ક્રમાંક ૧૨/૨૦૧૭ તારીખ ૨૮. ૬.૨૦૧૭ની એન્ટ્રી ૩૦, ૩૫ અને ૩૭ મુજબ હેડીંગ-૯૯૯૧ હેઠળ કેટલીક ઇન્શ્યોરન્સ સેવાઓને વેરા-માફી આપેલ છે જેમાં મુખ્યત્વે IRDAIની વિમાની  યોજનાઓ, National Pension Scheme (NPS-9971),Employees’ State Insurance Act, 1948 હેઠળ Employees’ State Insurance Corporation દ્વારા અપાતી ઇન્શ્યોરન્સની સેવાઓ, યુનિવર્સલ હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમ (આયુષ્યમાન ભારત યોજના અથવા પી.એમ.જન આરોગ્ય યોજના), સશસ્ત્ર  દળોની જૂથ વીમા યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના,અટલ પેન્શન યોજના, વગેરે સરકારી યોજનાઓનો સમાવેશ થાય છે. 

વેરાનો દર : ઇન્શ્યોરન્સ સેક્ટર માટેનું એકાઉન્ટનું હેડિંગ ૯૯૭૧૩ છે. જાહેરનામા ક્રમાંક ૧૧/૨૦૧૭ તારીખ ૨૮.૬.૨૦૧૭ મુજબ જનરલ ઇન્શ્યોરન્સ ઉપર ૧૮% જીએસટી લાગે છે અને થર્ડ-પાર્ટી ઇન્શ્યોરન્સ ઓફ ગુડ્ઝ કેરેજ ઉપર ૧૨% જીએસટી લાગે છે.

RCM : ઇન્શ્યોરન્સ એજન્ટને પૂરું પાડવામાં આવતા કમિશન ઉપર કાયદાની કલમ- ૯(૩) મુજબ રિવર્સ ચાર્જ હેઠળ ઇન્શ્યોરન્સ કંપનીએ જીએસટી ભરવાનો થાય.

IRDA (Protection of Policyholders’ Interests) Regulation, ૨૦૦૨માં ઠરાવ્યા મુજબ ટાઈમ ઓફ સપ્લાય આ રીતે ગણાશે ઃ

૧. નવી પોલીસી ઃ પોલીસી ઈશ્યુ કરવામાં આવે ત્યારે

૨. રિન્યુઅલ પોલીસી ઃ રિન્યુઅલ પોલીસી ઇશ્યુ કરવામાં આવે ત્યારે

૩. ULIP સહિતના અન્ય ચાર્જીસ ઃ આવા ચાર્જીસ લગાવવામાં આવે અથવા વસુલવામાં આવે ત્યારે

પ્લેસ ઓફ સપ્લાય ઃ ૧. આઈજીએસટી કાયદાની કલમ ૧૨(૧૩) મુજબ પ્લેસ ઓફ સપ્લાય નોધાયેલ કરપાત્ર વ્યક્તિના કિસ્સામાં, એ નોધાયેલ કરપાત્ર વ્યક્તિનું લોકેશન થશે. જ્યારે બિન-નોંધાયેલ વ્યક્તિના કિસ્સામાં જો કંપની પાસે વ્યક્તિનું એડ્રેસ રેકોર્ડ પર હોય તો તે વ્યક્તિનું લોકેશન,પ્લેસ ઓફ સપ્લાય થશે.

૨. માસ્ટર કે ગુ્રપ પોલિસીના કિસ્સામાં જ્યાં સિંગલ પ્રીમિયમ ભરવામાં આવે ત્યારે લાભાર્થીનું લોકેશન, એ પ્લેસ ઓફ સપ્લાય થશે.

૩. જો પોલીસી ધારક એકથી વધુ રાજ્યોમાં રજીસ્ટર થયેલ હોય તો પોલીસી ઈશ્યુ કરનાર કંપનીનું લોકેશન એ પ્લેસ ઓફ સપ્લાય થશે.

૪. જ્યારે કંપનીની હેડ ઓફિસ એક જગ્યાએ હોય અને કંપનીએ જૂથવીમો લીધો હોય અને વિવિધ રાજ્યોમાં તેની શાખાઓ હોય તો હેડ ઓફિસ તેનું પ્લેસ ઓફ સપ્લાય થશે.

૫. યુલિપના કિસ્સામાં ફંડ મેનેજમેન્ટની ઓફિસ, એ પ્લેસ ઓફ સપ્લાય થશે.

બે ભાગ : ઈન્શ્યોરન્સ પોલીસી બે ભાગમાં હોય છે : ઇન્વેસ્ટમેન્ટ અને રિસ્ક પ્રોટેક્શન. આ પૈકી માત્ર રિસ્ક પ્રોટેક્શન ઉપર GST લાગે છે. જીવન વીમા પોલીસીને ૪ ભાગમાં વહેંચી શકાય :

૧. Term plans : જીવન વિમા અને આરોગ્ય વિમાના પ્રીમીયમની રકમ ઉપર ૧૮%ના દરે GST લાગે. જો કે સારવાર વેરા-મુક્ત થશે.

જો કોઈ વ્યક્તિ એન્યુટી પ્લાન માટે એક જ પ્રીમિયમ ભરે તો ટેકનિકલી સિંગલ પ્રીમિયમના ૧૦% ઉપર ૧૮ ટકાના દરે જીએસટી લાગે. સરળ રીતે કહીએ તો ૧.૮% જીએસટી લાગશે જેમ કે કોઈ વ્યક્તિ ઉચ્ચક દસ લાખ રૂપિયા ભરે તો તેના પર ૧.૮% ના દરે ૧૮ હજાર રૂપિયા જીએસટી લાગશે. 

૨. Pension plans : ઇન્સ્યોરન્સ પેન્શન પ્લાનમાં સિંગલ એન્યુટી સહિત જ્યારે કોઈ વ્યક્તિ ઉચ્ચક રકમ ભરે છે અને નિવૃત્તિ પછી વાર્ષિક આવક મેળવે છે તેવા કિસ્સામાં પ્રિમીયમના ૨૫% ઉપર ૧૮% GSTની જોગવાઈને સરળ બનાવવા ૧૮/૪=૪.૫% ટકા જીએસટી લાગશે.

૩. ULIPs : યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ એટલે કે યુલિપના પ્રીમિયમ ઉપર જીએસટી લાગતો નથી તેના બદલે ફંડ મેનેજમેન્ટ ચાર્જ અને પ્રીમિયમ અલોકેશન પોલીસી એડમિનિસ્ટ્રેશન તથા મોટરિટી ચાર્જીસ ઉપર ૧૮ ટકાના દરે જીએસટી લાગે છે કારણ કે યુનિટના પ્રીમિયમ પૈકી કેટલોક કિસ્સો ઇન્વેસ્ટ કરવામાં આવે છે અને બાકીનો હિસ્સો ઇન્સ્યોરન્સ કવર તરીકે વપરાય છે અને ઇન્વેસ્ટમેન્ટ વાળો હિસ્સો હોય તેના પર જીએસટી લાગતો નથી.

૪. Endowment plans પ્રથમ વર્ષના પ્રિમીયમ ઉપર ૪.૫% અને ત્યાર બાદના પ્રિમીયમ ઉપર ૨.૨૫%. ખરેખર તો પ્રથમ વર્ષના પ્રિમીયમના ૨૫% ઉપર ૧૮% GSTની જોગવાઈને સરળ બનાવવા માટે ૧૮% ના ૨૫% = ૪.૫% કરેલ છે. ત્યારબાદના પ્રિમીયમ ઉપર પ્રિમીયમના ૧૨.૫% ઉપર ૧૮% GSTની જોગવાઈને સરળ બનાવવા માટે ૧૮% ના ૧૨.૫% = ૨.૨૫%. કરેલ છે.

નો ક્લેમ બોનસ (NCB) આગલા વર્ષ/વર્ષો દરમ્યાન કોઈ ક્લેમ ન કર્યો હોય તો 'નો ક્લેમ બોનસ' પેટે પ્રીમીયમની રકમમાંથી તે બાદ કરીને ઇન્સ્યોરન્સ કંપની દ્વારા પ્રીમીયમની રકમ ઘટાડવામાં આવે છે તે રકમ GSTની કલમ ૧૫(૩)(ક) મુજબ વેલ્યુ ઓફ સપ્લાયની ગણતરી વખતે બાદ કરી શકાય છે એટલે કે 'નો ક્લેમ બોનસ' વેરાપાત્ર થતું નથી.

Maturity : જીવન વિમા પોલીસી જયારે પાકે ત્યારે મળતી રકમ સર્વિસ ગણાતી નથી એટલે તેના ઉપર GST ન લાગે તેવું કર્ણાટક એડવાન્સ રૂલીંગ ઓથોરિટીએ શ્રી અનીલ કુમાર અગ્રવાલના કેસ ક્ર : KAR ADRG 30/2020માં તા ૪.૫.૨૦૨૦ ના રોજ ઠરાવેલ છે.

વેરાશાખ : નોંધાયેલ કરદાતા ધંધાને લાગતો કોઈ વીમો (general insurance) લે તો વેરાશાખ મળે પરંતુ અંગત વાહન માટે કે જીવન વીમો લે તો વેરાશાખ ન મળે. જો કોઈ કંપની કર્મચારીઓ માટે જૂથ-વીમો અથવા આરોગ્યને લાગતો વીમો લે તો ફેક્ટરી એકટ જેવા કોઈ કાયદા મુજબ વીમો લેવો ફરજીયાત હોય તેવા કિસ્સામાં વેરાશાખ મળે. અન્યથા ન મળે.

અન્ય : (૧) જ્યારે પ્રીમિયમની રકમ મોડેથી ભરવામાં આવે ત્યારે તેના ઉપર જે વ્યાજ લાગશે તેના ઉપર ૧૮ ટકા જીએસટી લાગશે. 

(૨) ચેક પરત આવવાના કિસ્સામાં ચેક ડીસઓનર ચાર્જીસ (CDC) પર ૧૮%ના દરે જીએસટી લાગશે.

(૩) પોલિસી હોલ્ડર દ્વારા જે વિવિધ ચાર્જીસ ભરવામાં આવે છે એના ઉપર જીએસટી લાગે છે. દાખલા તરીકે અલટ્રેેશન ફી, કોટેશન ફી, ડુપ્લિકેટ પોલીસી પ્રિપેરેશન ચાર્જીસ, કેન્સલેશન ઓફ અથવા ચેન્જ ઓફ નોમીની, વગેરે.

(૪) કોઈ મૂળ પોલીસી ઉપર, પોલિસીના એડ-ઓન, જેમકે 'એકસીડન્ટલ ડેથ બેનિફિટ' નો વિકલ્પ આપે તો જીએસટી લાગે.


Gujarat